સુરતના માલધારીએ નવી કાર આવી જાય એટલી કીંમતે ભેંસ ખરીદી ! ભેંસ ની ખાસીયત જાણશો તો…

તમે ઘણા એવા લોકો જોયા હશે જે પશુપ્રેમી હોઈ છે અને તેના ઘરે પશુ પણ હોઈ છે આ જગતમાં જીવ અને બધીજ વસ્તોને ભગવાને ખુબજ કિમતી બનાવી છે અને જેની આપણે સોં કોઈ કદર પણ કરતા હોઈ છીએ આજે આપણે એક તેવીજ ભેંસ વિષે વાત કરીશું જે એક માલધારીએ ખરીદી છે તેની કિંમત એક નવી કાર આવી જાય તેના કરતા પણ વધારે છે જે જાણી લોકોનાં હોશ ઉડી ગયા હતા. આ ભેંસ હાલમાંજ એક સુરત શહેરના એક પરિવારે ખરીદી છે. ચાલો તમને આ ભેંસ અને તેને ખરીદનાર પરિવાર વિષે જણાવીએ.

હાલમાંજ કચ્છનાં ભુજ કુનરિયા ગામના એક પશુપાલકની ભેંસ ૫ લાખ ને ૧૧ હજાર રૂપિયામાં વેચાઈ ગઈ અને સુરતના માલધારીઓએ આ ભેંસ ખરીદી હતી. ટૂંકું મોઢું, લાંબી ગરદન, અને ટૂંકી પૂછડીવાળી આ ભેંસ ની ખાસિયત એ છે કે તે રોજ બે ટાઈમ ૨૩ લીટર દૂધ આપે છે ખરેખર આ કચ્છની ભેંસ ખુબજ ખાસ છે. તેમજ ૫.૧૧ લાખની કીમાત ઉપજી હોઈ તેવો આ પહેલો દાખલો છે.

ભુજના કુનરીયાના આહીર પશુપાલક ભરતભાઈ લખમણ ડાંગરની લાડકી ‘ધાલુ’ નામની વેચી અને આ ભેંસ ની દલાલી કરનાર વ્યક્તિ કહ્યું કે, હું 1998થી ભેંસોની દલાલી કરું છું પણ 5.11 લાખની કિંમત વેચાઈ પહેલીવાર બન્યું. ભેંસ વેચનારાં ભરતભાઈએ જણાવ્યું કે, ‘તેમની ભેંસ અસ્સલ કુંઢી ઓલાદની છે. બંને શિંગ ગોળ વળેલી છે. માપના આંચળ, ટૂંકુ મોઢું, લાંબી ગરદન, ટૂંકી પૂંછડી આ જાતવાન કુંઢીની ખાસિયત છે. દોહવા બેસો તો પગ જાણે થાંભલા હોય તેમ જ્યાં સુધી દોહી ના લેવાય ત્યાં સુધી પગ ઊંચા કરતી નથી.

ધાલુને 5.11 લાખમાં ખરીદવા પાછળનું રહસ્ય જણાવતાં તેમણે જણાવ્યું કે, ‘ભેંસ-ભેંસમાં ફરક છે. ધાલુ અસ્સલ કુંઢી નસ્લની જાતવાન ભેંસ છે. ધાલુ સાત વર્ષની છે. આવી જાતવાન ભેંસ ભાગ્યે જ જોવા મળે છે. જેને ‘સિંધણ’ભેંસ કહે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રીસર્ચની ઈન્ડિયન બ્રીડ રજિસ્ટ્રેશન કમિટીએ 2010માં બન્નીની કુંઢી ભેંસને દેશની અલગ ઓલાદ તરીકે માન્યતા આપી હતી. અન્ય ભેંસોની તુલનાએ કુંઢીની ખાસિયત છે કે તે રોજ સરેરાશ 12થી 18 લિટર દૂધ આપે છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.