મામા અર્થની માલકીન ગઝલ અલઘે ખરીદી નવી ચમચમાતી કાર! ભલભલા સ્ટાર પાસે નથી આવી કાર
આજકાલ પૃથ્વી પાર માણસો દ્વારા એટલું બધું પ્રદુષણ વધારવામાં આવ્યું છે કે જો આ ઝડપે જ પ્રદુષણ ફેલાતું રહ્યું તો આવનારી પેઢી માટે સ્વચ્છ વાતાવરણમાં શ્વાસ લેવું પણ શક્ય નહિ બને. આ બધીજ ચિંતાઓને કારણે તાજેતરમાં જ બહુ મોટી લક્ઝરી કારની કંપની ઓડી દ્વારા એક લેટેસ્ટ મોડેલ બહાર પાડવામાં આવ્યું છે જેનું નામ છે ઓડી ઈ ટ્રોન.
આ SUV છે અને તે હમણાજ ટી.વી. શૉ શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ અને મામાઅર્થના સ્થાપક ગઝલ અલઘે ખરીદી છે. ગઝલનું કહેવું છે કે આવનારી પેઢી માટે એક સ્વચ્છ પર્યાવરણ આપવું એ આપણી ફરજ છે અને ઈ-કાર દ્વારા હું પર્યાવરણ શુદ્ધ કરવાનો એક નાનકડો પ્રયાસ કરી રહી છું.
આ કારની ખાસિયત વિશે જોઈએ તો તે સિંગલ ચાર્જમાં ૪૮૪ કી.મી. ચાલશે. આ કારને પેટ્રોલ વેરીંયન્ટ્સથી અલગ બનાવવા માટે અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમકે તેની ગ્રીલ મોટી છે, બોનેટ લાઈન કારને હેવી લુક આપે છે. વહીલની વાત કરીએ તો તેમાં પણ ૨૦’ ના એલોય વહીલ્સ આપવામાં આવ્યા છે જે સેફટી વધારે છે તથા પીળા રંગના કેલિપર્સથી સજાવેલા છે. કંપનીએ આ કારમાં બંને બાજુએ ચાર્જિંગ પોર્ટ આપેલા છે તથા પેનોરોમિક સનરૂફ, ૪-ઝોન કલાઇમેટ કન્ટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, એમ્બિયન્ટ લાઇટિંગ અને વૈકલ્પિક એર પ્યુરિફાયર સહીત બીજા અનેક ફીચર્સ આપ્યા છે
ઓડીએ કાર સાથે ૧૧ KW AC વોલ ચાર્જર પણ આપ્યું છે જે ૧૫ amp સોકેટમાં કેબલ થયેલ છે. આ ઉપરાંત કંપનીએ એક વિકલ્પ તરીકે DC ચાર્જર પણ આપ્યું છે. આ સિવાય પણ ઘણા બધા અદ્યતન ફીચર્સ આ કારમાં છે. તો જુઓ છે ને અજાયબી જેવી કાર જે ગઝલ અલઘે ખરીદી છે. આ કારની કિંમતની લગભગ ૧.૧૭ કરોડ છે