માત પોતે માનવાજ તૈયાર નથી કે તેનો દીકરો હવે નથી રહ્યો, રોજ સ્મશાન જઈને દીકરાની રાખ પાસે… ઘટના જાણી તમે પણ રડી પડશો…

જેમ તમને ખબરજ છે કે એક માતા માટે સૌથી વ્હાલું આ દુનિયામાં તેનું બાળક હોઈ છે. એક માતા અને બાળક વચ્ચે એક અતુટ પ્રેમ હોઈ છે. માતા પોતાના બાળક માટે શું નથી કરતી હોતી પોતે કોઈ પણ મુશ્કેલી ભોગવીને પણ બાળકને બધીજ સુવિધાઓ આપતી હોઈ છે. પણ ક્યારેક એવી ઘટનાઓ પણ સામે આવતી હોઈ છે જે માનવ સમાજને હચમચાવી દેતી હોઈ છે. આવીજ એક ઘટના બનાસકાંઠા જીલ્લા માંથી સામી આવી રહી છે. આ ઘટના જાણી તમારી આંખો માંથી પણ આસુ સારી પડશે.

તો ઘટના એ વી છે કે બનાસકાંઠામાં એક માતા તેના દીકરાના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે સ્મશાનમાં રોજ આવી તેની રાખ પાસે બથ ભરીને સુઈ જાય છે. આ માતાનું નામ મંગુબેન ચૌહાણ છે. જે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાનાં જૂનીરોહ ગામે રહે છે. . તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. બે દીકરાઓ પૈકી એક દીકરાના લગ્ન થઈ ગયા છે જે માતાથી અલગ રહે છે. જ્યારે સૌથી નાનો દીકરો મહેશ માતાની સાથે રહેતો હતો. માતા અને મહેશ વચ્ચે અપાર પ્રેમ હતો. બંને એકબીજાને ખૂબ કાળજી રાખતા હતા. મહેશ માતાની તમામ ઈચ્છાઓ પૂરી કરત હતો.

તેમજ તેમના પતિનું ૧૦ વર્ષ પહેલાજ એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમનો દીકરો મહેશ અંદાજે ચાર મહિના પહેલાજ તેની મૃતદેહ રેલ્વે ટ્રેક પર પડેલો મળ્યો હતો જે તેની માટા માંગુંબેન માનવા તૈયારજ નો હતી અને તેને દીકરાને ખોવાનો ખુબજ આઘાત લાગ્યો હતો. પરિવારજનોએ મંગુબેનને માંડ સંભાળ્યા હતા. મહેશના અંતિમ સંસ્કાર બાદ પણ મંગુબેન દીકરાને ભૂલ્યા નથી. હજી પણ તેઓ જ્યાં દીકરાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા તે સ્મશાનમાં જઈ તેની ચિતાની રાખ પાસે જઈને સુઈ જાય છે. ગામના લોકોને જ્યારે આ ખબર પડે ત્યારે તેઓ માંડ સમજાવી મંગુબેનને પાછા લાવે છે.

જેને દૂધ પાઈ ખોળામાં રમાડીને મોટો કર્યો હોય એ દીકરો હવે દુનિયામાં નથી એ મંગુબેન હજી માનવા જ તૈયાર નથી. દીકરા પ્રત્યેનો માતાનો આ પ્રેમ જોઈને ભલભલા લોકો રડી પડે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.