પોતાના ભાવી પતિને બોલાવી સરપ્રાઈઝ આપવાના બહાને યુવતી એ એવુ કર્યુ કે જાણી ને તમારા હોશ ઉડી જશે.

આંધ્રપ્રદેશ ના વિશાખાપટનમ ની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મંગેતરે તેના પતિ ને સરપ્રાઇસ આપવાના બહાને બોલાવીને તેના ગળા પાર ચાકુ મારીને  હત્યા કરવાની કોશિશ કરી હતી. વધૂ માહિતી માં જાણવા મળીયુ હતું કે બંને ના લગ્ન 20-મે ના રોજ થવાના છે એવા સમયે એવું તે શું કારણ હતું કે તેના મંગેતર ની હત્યા કરવાની કોશિશ કરી.

મડગુલા વિસ્તારના રહેવાસી રામા નાયડુના લગ્ન રવિકટમ ગામની રહેવાસી પુષ્પા સાથે નક્કી થયા હતા. તાજેતરમાં જ બંનેએ સગાઈ કરી હતી. જે બાદ ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. બંને 20-મે ના રોજ લગ્ન કરવાના હતા. રામા નાયડુ હૈદરાબાદ ના સીએસઆયઆર માં રિસર્ચ સાયન્ટિસ્ટ છે. પોલિસ તાપસ માં જાણવા મળિયું કે સોમવારે તે બંને અમરાપુરી ના એક ડુંગર પર ફરવા ગયા હતા ત્યારબાદ તે લોકો જયારે ઘરે આવી રહિયા હતા ત્યારે રસ્તા માં ગાડી ઉભી રખાવીને પુષ્પા એ તેના મંગેતર ને આંખે પટી બાંધવા કહ્યું અને પોતે તેને એક સરપ્રયાસ આપવા માંગે છે એમ કહીને આંખે પટી બાંધી.

જેવી પટી બાંધી કે તરત જ પુષ્પા એ ચાકુ કાઢીને તેના ગળા પર મારી દીધી હતી. અને પોતે નાસી ગય હતી. ત્યાંના લોકો દ્વારા તરત જ તે યુવક ને હોસ્પિટલ માં લય જવાયો હતો. પોલીસે આ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળિયું કે પુષ્પા આ લગ્ન પોતાની મરજી વિરુદ્ધ કરતી હતી તેને આ લગ્ન કરવા નોતા તે તેના માતા-પિતા ના કહેવાથી આ લગ્ન કરતી હતી માટે આ કારણોસર તેના તેના મંગેતર ની હત્યા કરવાનું આવું ષડયંત્ર બનાવિયું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.