બસ મા 12 તોલા નો ચેઈન અને રોકડ ભરેલી બેગ મળતા કંડકટરે જે કર્યુ એ જાણીને…
ખંભાત ના એસટી ડેપો માં ફરજ બજાવતા શાહરુખખાન યાકુબખાન પઠાણ જે રતનપુર ગામ જિલ્લો-ખેડા માં રહે છે. તે તારીખ 17-એપ્રિલ ના રોજ ખંભાત થી વડોદરા જતી એસટી બસ માં તેની ફરજ બજાવી રહ્યો હતો. આ દરમિયાન માં તેને બસ માંથી એક મહિલા નું પર્સ મળી આવ્યુ હતું. તેને તે પર્સ ચેક કરતા તેમાં 12-ગ્રામ સોનાની ચેન અને થોડી રોકડ રકમ મળી હતી. તેને તે પર્સ માંથી એક મોબાઈલ નંબર પણ મળી આવીયો હતો. જેમાં ફોન કરતા તે ઉદેસિંહ નામના વ્યક્તિ નો હતો.
ઉદેસિંહ ના જણાવીયા મુજબ તેમણે વાઘોડિયા રોડ પર રહેતા શોભાબેન દિનેશચંદ્ર વોરા નો સંપર્ક કરીને 18-એપ્રિલ ના રોજ ખંભાત ના એસટી ડેપો માં શાહરૂખખાને અન્ય કર્મચારી ની હાજરી માં તે પર્સ નો કબ્જો જવાબદાર વ્યક્તિ ને સોંપ્યો હતો. અને એક ઈમાનદાર કર્મચારી નું ઉદાહરણ પૂરું પાડિયું હતું.