મરોબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના વ્હારે આવ્યા સુરતના આ મોટા ઉદ્યોગપતિ! સહાયની કરી જાહેરાત, તમામ અનાથ બાળકો….
આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત માટે છેલ્લુ અઠવાડીયું ઘણુ જ દુખદ રહ્યુ જેમા મોરબી બ્રીજ ટુટવાની ઘટના મા કુલ 134 લોકો ના મોત થયા જેમા બાળકો સહીત ઘણા બાળકો નો આધાર છીનવાયો અને નીરાધાર બની ગયા જ્યારે આ ઘટના બાદ અનેક સંસ્થાઓ મદદે આવી અને સહાય ની જાહેરાત કરી આ ઉપરાંત સરકાર દ્વારા અને મોરબી ના રાજવી પરિવારે પણ પિડીત પરીવાર ને મદદ કરી જ્યારે હવે સુરત ના ઉધોગપતિ વસંત ગજેરા એ પણ મોટી જાહેરાત કરી છે.
જો આ અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ABP અસ્મિતા ચેનલ ના એક અહેવાલ મુજબ સુરત ના ઉધોગપતિ વસંતભાઈ ગજેરા એ એક મોટી જાહેરાત કરી છે જેમા મોરબી ની દુર્ઘટના મા ભોગ બનેલા પરીવાર અને જે બાળકો ના વડીલ અથવા માતા પિતા છીનવાઇ ગયા હોય તેવા બાળકો જ્યા સુધી પગભર ના થઇ જાય ત્યા સુધી તેની જવાબદારી લેવામા આવશે આ ઉપરાંત તેમની સંસ્થા વાત્સલ્ય ધામ મા બાળકો ને શિક્ષણ આપવાની જાહેરાત કરવા મા આવી છે.
આ અંગે ઉધોગપતિ વસંત ગજેરા નો એક વિડીઓ સામે આવ્યો છે જેમા તેવો એ જણાવ્યુ કે “જેટલા પણ બાળકો કે જેણે પોતાના માતા પિતા અથવા અનાથ થયા હોય તેવા તમામ બાળકો ને 1 થી 12 ધોરણ જ્યા સુધી પગભર ના થાય ત્યા સુધી શાન્તાબા ચેરિટેબલ ટ્રસ્ટ અને વાત્સલ્ય ધામ મા તેમને વિના મૂલ્યે ભણાવવા મા આવશે અને તેની કેર લેવામા આવશે અને જ્યા સુધી ધંધે નહી ચડે ત્યા સુધી અમે તેનું રક્ષણ કરીશું..ધ્યાન આપશું.”
મોરબી ઘટના ઘણી જ દુખદ રહી જેમા અનેક બાળકો એ તેના માતા પિતા ને ગુમાવ્યા છે ત્યારે આવા પરીવાર અને બાળકો ની વાહરે વસંતભાઈ ગજેરા આવ્યા છે વસંતભાઈ ની વાત કરવા મા આવે તો તેવો એક જાણીતા બિઝનેસ છે અને સામાજીક કાર્યકર પણ છે.