એક અનોખું ફુલેકુ! જેને જોઈને તમે પણ કેશો કે….. જાણો આ પુરી વાત

લગ્નપ્રસંગ નો સમયગાળો ચાલી રહ્યો છે એમાં જાણીને ચોંકી જશો કે આવું નવી રીતે વરરાજાનું ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લાના અંજાર નાં વિરા ગામે હાલમાં ૩૫ જેટલા લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે એમાં ઠંડીની સીઝન શરૂ થતાં જ કચ્છ જિલ્લામાં લગ્ન પ્રસંગોનો ધમધમાટ વધી રહ્યો છે.

એમાં પણ લગ્ન પ્રસંગમાં લોકોનાં વિચારો મુજબ દરેક રસમમાં નવીનતા જોવા મળે છે એવી જ નવીનતા આ લંગ પ્રસંગમાં પણ જોવા મળ્યું કે વરરાજાનું ફુલેકુ નવી જ રીતે એટલે કે ફુલેકુ સામાન્ય રીતે ઘોડા ઉપર, હોય છે અથવા ચાલીને કરવામાં આવતું હોય છે.

અજારથી ૩૫ કિલોમીટર દૂર કચ્છ જિલ્લાના વીરા ગામમાં યાત્રાધામ જોગણીનારની બાજુમાં આવેલા વીરા ગામમાં રહેતા આહીર જ્ઞાતિના રાજેશ રાખ્યાભાઈ હુંબલ નાં ઘરે ઉલ્લાસભર લગ્નપ્રસંગની ઉજવણી થઇ રહી હતી.એમાં વરરાજાએ લગ્ન પ્રસંગમાં અલગ કરવા માટે તેમના પિતરાઈ ભાઈ જયદીપ આહીરને વાત કરી હતી.

જયદીપએછકડા નો વિચાર રજુ કરતા ઘરનાં લોકો આ વાત પર સંમત થયા અને અંતે વરરાજાનું ફુલેકુ ગઇકાલ રાતે શુક્રવારે વાજતે- ગાજતે પ્રાદેશિક વસ્ત્રો પેહરીને ગ્રામીણ છકડા ઉપર ફુલેકુ કાઢવામાં આવ્યું હતું.જેનો સારથી ભિમસરનાં ફોટોગ્રાફર અને આઈડિયા આપનાર જયદીપ આહીર બન્યા હતા.

યજમાન ઘરેથી વાજતે- ગાજતે છકડા ઉપર ફુલેકુ કાઢવામાં આવ્યું હતું.ગામનાં મંદિર સુધી બેન્ડ વાજા સાથે છકડા ઉપર કાઢવામાં આવ્યો હતો.આવું નવિન ફુલેકુ જોવા વીરા ગામનાં લોકો ટોળે વળ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *