14 વર્ષની ઉંમરે લગ્ન કર્યા, 18 વર્ષ સુધી બે બાળકોની માતા બની, છતાં હાર ન માની, IPS બની…જાણો સફળતાની સ્ટોરી

એન અંબિકાએ 14 વર્ષની ઉંમરે એક પોલીસકર્મી સાથે લગ્ન કર્યા અને 18 વર્ષની ઉંમરે તે બે બાળકોની માતા બની. એક દિવસ તે તેના પતિ સાથે ગણતંત્ર દિવસની પોલીસ પરેડ જોવા ગઈ હતી. તેણીએ ત્યાં પોલીસ અધિકારીને મળતું સન્માન જોયું અને વિચાર્યું કે હું આ સન્માન કેવી રીતે મેળવી શકું? જ્યારે તેણે તેના પતિ સાથે આ વિશે વાત કરી તો તેણે કહ્યું કે આ સન્માન મેળવવું એટલું સરળ નથી. આ માટે સખત મહેનતની જરૂર છે. આ બધું જાણ્યા પછી તેણે સિવિલ સર્વિસ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવાનું નક્કી કર્યું.

આ માટે અંબિકાએ પહેલા 10મું પાસ કર્યું અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. પરંતુ તે એક નાનકડા શહેરમાં રહેતી હતી જ્યાં શિક્ષણની પૂરતી સગવડ નહોતી. ત્યારપછી અંબિકાના પતિએ તેની પત્ની માટે ચેન્નાઈમાં રહેવા અને અભ્યાસ કરવાની વ્યવસ્થા કરી. તે પોતે નોકરીની સાથે બાળકોની દેખભાળ કરવા લાગ્યો. ચેન્નાઈમાં રહેતા અંબિકાએ ઘણી મહેનત કરી હતી પરંતુ તે બે વખત આ પરીક્ષા પાસ કરી શકી નહોતી. ત્રીજી વખત પણ તે પાસ ન થતાં તેના પતિએ તેને પરત આવવા કહ્યું હતું.

પણ અંબિકાએ છેલ્લી વાર પ્રયાસ કરવાનો આગ્રહ કર્યો. તેમનો પ્રયાસ સફળ રહ્યો અને 2008ની આઈપીએસ યાદીમાં તેમનું નામ સામેલ થયું. તેમની પ્રથમ પોસ્ટિંગ મહારાષ્ટ્રમાં થઈ હતી. 2019 માં, તેણીને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસનું પદ મળ્યું અને ‘લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ’ માટે પસંદ કરવામાં આવી. આ બહાદુર મહિલા લેડી સિંઘમના નામે એક ખાસ ઓળખ ધરાવે છે.

અંબિકાએ વર્ષ 2008માં ચોથો પ્રયાસ કર્યો હતો. આ વખતે તેણે પરીક્ષા પાસ કરવા માટે ઘણી મહેનત કરી, જેના પરિણામે તેણે દેશની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી અને તેનું આઈપીએસ બનવાનું સ્વપ્ન સાકાર કર્યું. તાલીમ પછી, અંબિકાને મહારાષ્ટ્ર કેડરમાં પોસ્ટિંગ મળી. અંબિકા આજે મુંબઈમાં ઝોન-4ના ડીસીપી તરીકે પોસ્ટ કરવામાં આવી છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.