ખોટા ખર્ચા કર્યા વગર એક સાદગી પૂર્વકના લગ્ન કરી, કર્યું ૩૫ લાખ રૂપિયાનું દાન…ગુજરાતના આ ગામના છે વતની

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લોકો ખુબજ પૈસા વાપરીને ધૂમધામ થી લાગ્ન કરતા  હોઈ છે લગ્નમાં જમણવાર હોઈ કે પછી લગ્ન પછી રાખેલ રીશેપ્શન લોકો જરૂરત વગરના ખોટા ખર્ચા કરવા લાગ્યા છે જો ગરીબ લોકો હોઈ તો તે પણ બેંક માંથી લોન લઇ ને પણ ધૂમધામ થી લગ્ન  કરતા હોઈ છે તેવામાં હવે સમય બદલાઈ ગયો છે માણસ પ્રાથમિક વસ્તુ પાછળ ઓછો અને મોજ શોખની વસ્તુ પાછળ પહેલા દોડે છે અને ખોટા ખર્ચાઓ કરે છે.

તેવીજ રીતે તેનાથી ઉલટું અંજાર તાલુકાના રતનાલ ગામે રહેતા એક સામાજિક આગેવાને પોતાના પુત્રના લગ્નમાં મોંઘી રીસેપ્શન કે ખોટા ખર્ચાઓ કરવાની જગ્યાએ સાદગી પૂર્વક લગ્ન કરી સેવાકાર્ય નાં માર્ગે જઈ દાન પેટે રૂ.૩૫ લાખ ફાળવ્યા છે. રતનાલ ગામમાં રહેતા અને ભાજપ કાર્યકર તેમજ સંઘની વિચારધારા ધરાવતા નંદલાલભાઈ જીવાભાઈ આહિરે સમાજ માટે એક ઉમદા ઉદાહરણ રજુ કર્યું છે

અને સમાજ નાં લોકો પણ તેમના ખુબજ વખાણ કરી રહ્યા છે ગઈ ૨૮મી તારીખે પ્રાંથલીયા આહીરોના વિવિધ ગામોમાં લગ્ન લેવાયા હતા. જેમાં નંદલાલભાઈ જીવાભાઈ આહીર નાં પુત્ર લાભેશનાં પણ લગ્ન હતા, જ્યારે ખોટા ખર્ચા અને તામ જામ વગર સમૂહ ભોજન કરાવી અને લગ્નનો ખર્ચ નો અંદાજ કાઢ્યા જે રૂપિયા ૩૫ લાખ જેવા થઈ છે અને તેને અલગ અલગ જગ્યાએ ફાળવી નાખવામાં આવ્યા હતા.

ઉપરાંત સંઘની વિવિધ ભાગીની સંસ્થાઓ ઉપરાંત પીએચ સેન્ટર, હિંદુઓના વિવિધ સમજો પાછળ પણ ખર્ચ કર્યો છે. જેમાં સેવા સાધના – કચ્છમાં રૂ.51 હજાર, ધર્મ જાગરણ – કચ્છમાં રૂ.51 હજાર, ગૌશાળા – રતનાલ રૂ.51 હજાર, સચિદાનંદ મંદિર-અંજાર રૂ.51 હજાર, વાઘેશ્વરી માં મંદિર-હબાય 51 હજાર, શિશુ મંદિર-રતનાલ રૂ.21 હજાર, ગરીબ દર્દીઓ નાં લાભાર્થે PHC સેન્ટર – રતનાલ રૂ.21 હજાર, રતનાલ હાઈસ્કૂલ જે સ્કુલનાં જમીનના દાતા નંદલાલ ભાઈનાં પિતાજી જીવાભાઈ ગોપાલભાઈ આહિર છે ત્યાં રૂ. 11,111, કચ્છ કલ્યાણ સંઘ – ભુજ રૂ.21 હજાર, ભારતીય જનતા પાર્ટી – કચ્છ કાર્યાલય નિર્માણ માટે રૂ. 1,01,111, ગામ મિસરિયાડો (બન્ની) જ્યાં રામદેવપીર મંદિર નંદલાલ ભાઈ દ્વારા છ મહિના પહેલાં બંધાવી આપ્યો છે.

આમ તેવીજ રીતે જીલ્લા કિસાન સંઘના પૂર્વ પ્રમુખ માવજીભાઈ ગોવિંદભાઈ જાટીયાના પુત્ર દીપક ભાઈ નાં લગ્ન પ્રસંગે પણ ખોટા ખર્ચા કર્યા વગર સામાજિક રીતી રીવાજ દ્વારા લગ્ન કરી. લાખોરૂ પિયા દાન પેટે આપ્યા હતા. જેમાં સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના કચ્છને રૂ.1,01,000, ભારતીય કિસાન સંઘ – કચ્છને રૂ.51 હજાર, વિશ્વ હિન્દુ પરિષદ કચ્છને રૂ.51 હજાર, વિવેકાનંદ ટ્રસ્ટ મમુઆરા ગૌશાળાને રૂ.51 હજાર, મમુઆરા આહિર સમાજને રૂ.51 હજાર, નાડાપા ગૌશાળાને રૂ.1 લાખ રૂપિયાનું દાન આપી ઈક સેવાકીય કાર્ય કર્યું છે અને લોકો ખુબજ વખાણ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.