મળો અમદાવાદ ની સુપર વુમન હીના બેન ભટ્ટ ને જે રોજનુ 80 કિલો મીટર ડ્રાઈવીંગ કરી ફુડ ડીલીવર કરે છે ! માતા પિતા નો સહારો….

જે લોકો એમ માને છે કે છોકરીઓથી પુરુષો જેવા કઠીન અને મહેનત વાળા કામ નો થઇ શકે એ લોકો ને આજે હીનાબેન ભટ્ટ કે જેઓ ફૂડ ડિલીવરી વુમન તરીકે કામ કરે છે તેણે અરીસો દેખાડ્યો છે અને બતાવી દીધું કે કોઈ કામ નાનું નથી હોતું અને જે કામ કરવામાં મહેનત, સંઘર્ષ કરવામાં આવે તે કામ કોઈ પણ થી થઇ શકે છે ભલે તે પછી પુરુષ હોઈ કે મહિલા.

 

હીનાબેન ભટ્ટ કે જેની ઉમર ૪૦ વર્ષ, રહે.અમદાવાદ અને પોતે એક ઝોમેટો માં ફૂડ ડીલીવરી તરીકે કામ કરી રહ્યા છે. આજે તેઓ મહિલાઓના આદર્શ બની ગયા છે અને મહિલાઓને ખુબજ પ્રેરણા આપે છે કે કોઈ કામ નાનું નથી. તમારામાં ધગશ અને હિંમત હોઈ તો બધું કરી શકો છો. આ વાત પોતે હીનાબેન ભટ્ટ કીધેલી છે. હીનાબેન ભટ્ટ સવારે ૯ વાગ્યા થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ડિલીવરી નું કામ કરે છે.

હીનાબેન ભટ્ટ નાં ઈન્ટરવ્યુંમાં તેઓએ જણાવ્યું કે “૪ વર્ષ પહેલા હું સ્વીગીમાં ફૂડ ડિલીવરી કરતી હતી. પછી સંજોગોને કારણે તેઓએ જોબ મુકીને બીજું કાર્ય કર્યું હતું અને ફરી ૨ વર્ષ પછી ફૂડ ડિલીવરી કરું છુ. આવો વિચાર તમને ક્યારે આવ્યો ? જવાબમાં હીના બેન કહે છે કે મારી દ્રષ્ટીએ કોઈ કામ નાનું નથી અને તેમને પહેલાથીજ માર્કેટિંગ લાઈનમાં કામ કરવામાં વધારે રસ. મેં માર્કેટિંગ લાઈન માં કામ કર્યા પછી હું એક વાર પ્રહલાદનગર બેઠી હતી ત્યારે મેં જોયું કે૪ એક ફૂડ ડિલીવરી બોય બાઈક પર જતો હતો મને એમ થયું કે ફૂડ ડીલીવરીનું કામ આ લોકો કરી શકે છે તો મહિલા કેમ નો કરી શકે.

ત્યારે તેઓ તેમના માર્કેટિંગ ગ્રુપમાં બેઠેલા અને અમુક ફૂડ ડિલીવરી બોયસ પણ બેઠા હતા. મેં પૂછ્યું હું વુમન તરીકે ફૂડ ડિલીવરી જોબ કરી શકુ. પછી એ લોકો એ કહ્યું કે તમને મોબાઈલમાં નેવિગેશન જોતા આવડવું જોઈએ. બાકી વાંધો નો આવે કંપની માં પૂછી જુઓ. ત્યારબાદ હીનાબેને સ્વીગીમાં સંપર્ક કર્યો અને ઇન્ટરવ્યુંમાં એ સિલેક્ટ થઇ ગયા આ રીતે અમદાવાદ ને મળ્યા પહેલા ફૂડ ડિલીવરી વુમન.

વધુમાં જણાવ્યે તો તેમના પરિવારની સ્થિતિ સારી નો હતી પિતા વાયરમેન હતા. માતા પણ બીજાને ત્યાં રસોઈ બનાવીને ઘર ચલાવતા. આ માતા પિતા ને સંતાનમાં બે પુત્રી. હીના અને ગ્રીષ્મા. આમ બંને એ ઘેર ચલાવવા માટે નક્કી કર્યું કે આપણે પણ કામ કરવા જઈએ. પિતા નાં અવસાન પછી બધીજ જવાબદારી હીનાબેન પર આવી પડી પરંતુ તેઓ મૂંઝાયા નહિ. અને તેઓ ૨૦૦૭ થી ટાટાઇન્ડિકો માં નોકરી કરી રહ્યા છે અને હાલ ૨ વર્ષથી ઝોમેટો ફૂડ ડિલીવરી વુમન તરીકે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *