મળો ગુજરાત ના નિરજ ચોપડા ને ! એક સમયે કોચીંગ માટે પણ કોઈ નહોતુ પરંતુ હવે ગોલ્ડ મેડલ

કોઈ પણ રમત હોય તે દરેક લોકોના મનમાં કોઈને કોઈ છાપ આવશ્ય છોડી દેતી હોય છે. સ્કૂલમાં જ્યારે બાળકો કોઈ રમત પ્રત્યે લગાવ દર્શાવે છે તો તેઓ તે સમયે તે રમત ને માત્ર રમવા ખાતર રમતા હોય છે જ્યારે તેમાં ઘણા બાળકો તે ખેલને જ પોતાનું જીવન બનાવી લેતા હોય છે અને તેના આધારે દેશમાં પોતાનુ નામ બનાવતા હોય છે. હાલમાં આપણે એવા જ એક વ્યક્તિની વાત કરવા જઇ રહ્યા છીયે કે જે સ્કૂલના સમયમાં ભાલાફેક રમતમાં બહુ જ આગળ નામ ધરાવતો હતો તે આજે નેપાલમાં આયોજિત ઇન્ટરનેશનલ ગેમ્સમાં સુવર્ણ પદક હાસિલ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

આપણે વાત કરી રહ્યા છીયે ભારત રાઠવા ની કે જેઓ આજે નીરજ ચોપરાની જેમ ભાલાફેકમાં અનોખી સિધ્ધી હાંસિલ કરી છે. તે સ્કૂલમાં કે રમતમહોત્સવ દરમિયાન ભરતનો ભાલો દરેક વિધ્યાર્થી કરતાં દૂર જઈને જ પડતો હતો. આગળ જતાં તેને એમ થયું કે આ ક્ષેત્રમાં કોઈ સફળતા નથી આથી તેને ભાલાફેક રમત રમવાનું છોડી દીધું હતું પરંતુ જ્યારે ગયા વર્ષે નીરજ ચોપરાએ ભાલાફેક ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે તેને આ રમત પ્રત્યે ની આશા ફરી જાગી ગઈ અને ફરી તે આ રમતમાં જોડાઈ ગ્યાં. અને ગુજરાતનાં એક અંતરિયાળ ગામમાં રહેતા આદિવાસી યુવક ભરતે નેપાલમાં આયોજિત ઇન્ટરનેશનલ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક પણ જીત્યું.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમા ભરત રાઠવા એ જણાવ્યુ હતું કે આંતરરાસ્તરીય સ્તરે આમ મને પહેલીવાર કોઈ મેડલ મળ્યું છે જે હું નીરજ ચોપરાને સમર્પરિત  કરવા માંગુ છું. હું મારી ભાવનાને શબ્દોમાં કહું સકું એમ નથી પરંતુ આ જીતના કારણે મને હજુ વધારે આગળ વધવાની પ્રેરણા મળી છે. અને અન્ય સ્તરે ભાગ લેવા માટેની હીમત મળી છે.આ બધામાં સૌથી ચોકાવનારી વાત તો એ છે કે ભરત રાઠવાએ આ રમત માટેની પ્રેક્ટિસ એક વર્ષ પહેલા જ શરું કરી હતી.

ભરત જ્યારે સાતમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેના માતા પિતા અવસાન પામ્યા અને તે અનાથ થઈ ગયો હતો. આથી તે ધોરણ 10 ની પરીક્ષા પાસ ના કરી સકયા ને તેઓએ અભ્યાસ અધૂરો મૂકી દીધો હતો, હાલમાં બહેન સાથે રહે છે પરંતુ તે આત્મનિર્ભર બનવા માંગે છે ભરત જણાવે છે કે સકુલના સમયમાં આ રમતમાં હું ઘણીવાર જીત્યો પણ હતો પરંતુ મને લાગ્યું કે ભાલાફેક માં કોઈ ભવિષ્ય નથી અને મે એ રમત છોડી દીધી.

અને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું પરંતુ જ્યારે નીરજ ચોપરાએ આ ભાલાફેક રમતમાં જ્યારે અનેરી સિધ્ધી હાંસિલ કરી તો મને પણ એક નવી આશા મળી ગઈ.ભાલાફેક રમતની અનેરી સિધ્ધિની વાત કર્તા ભરત રાઠવા જણાવે છે કે નીરજ ચોપરાની આમ સિધ્દ્ઘિ જોઈ મને પણ થયું કે હું પણ આ કરી સકું છું અને આથી મે ગયા ઓગસ્ટ મહિનાથી આ ભાલાફેક માટેની તૈયારી કરવા લાગ્યો. બે મહિના પછી હીમતનગરમાં ઇન્ટર ડિસ્ટ્રીક ચેંપીનીયાશિપ નું આયોજન થયું જ્યાં મે બ્રોનઝ મેડલ જીત્યો.

ત્યાર પછી રાજકોટમાં આયોજિત રાજ્ય સ્તરની સ્પર્ધામાં સિલ્વર મેડલ અને મોરબીમાં આયોજિત નેશનલ એથ્લેંતિક ચેંપિનિયનશિપ માં ગોલ્ડ મેડલ જીત્યો.અને આ વર્ષે મહારાસ્ટ્ર માં આયોજિત નેશનલ ટુનામેંટ માં ગોલ્ડ મેડલ જીત્યો. ભરત રાઠવા ની આ રમત અંગેની રસપ્રદ વાત એ છે કે તેઓ કોઈ પણ પ્રકારની કોચિંગ ક્લાસમાં આ રમત શીખવા ગ્યાં નથી તેઓ આ રમત યુટ્યુબ વિડીયો જોઈ ને શિખતા હોય છે અને જો કોઈ સલાહ મેળવવી હોય તો તે કિશન સાર ના સંપર્કમાં રહે છે.

દિલ્હી ખાતે સ્પોર્ટ્સ, યૂથ એન્ડ કલ્ચરલ ડિપાર્ટમેટ ના સેક્રેટરી કિશન દલસાણિયાં જણાવે છે કે ભરત રાઠવા એક પ્રતિભાશાળી યુવાન છે ગયા વર્ષ હીમતનગર ની યોજાયેલી એથ્લેંતિક ટુનામેંટ માં જ્યારે મે તેને જોયો ત્યારથી હું તેને સપોર્ટ કરું છું. તે જાતે તાલીમ મેળવી ને આવી અનોખી સિધ્ધી મેળવી રહ્યો છે. હું અમુક કોચને ઓળખું છું જે તેની મદદ કરી સકે છે ભરત ભાલાફેક રમતમાં આગળ વધવાની અને કઈક કરી બતાવની ક્ષમતા ધરાવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *