મળો ભારત ના પાવરફૂલ પરીવાર ને ! ઘર ના દરેક સભ્યો છે મોટા મોટા અધિકારીઓ જેમા IAS , IPS, IRS…
આપણે બધાજ જાણતા હોઈએ છીએ કે IAS,IPS અને IRS જેવા ઉચ્ચા હોદાઓ પ્રાપ્ત કરવા માટે ખુબજ અઘરી પરિક્ષા પાસ કરવી પડતી હોઈ છે તેમજ આવી પરિક્ષાઓ પાસ કરવા માટે રાત દિવસ એક કરીને ખુબજ મહેનત અને સંઘર્ષ કરવો પડતો હોઈ છે પરંતુ શું તમે કોઈ દિવસ જોઈલુ કે સાંભળેલું કે એકજ પરિવાર માંથી કુલ ૧૪ લોકો આવી ઉચ્ચી ઉચ્ચી પરિક્ષાઓ પાસ કરીને IAS,IPS અને IRS અધિકારીઓ છે તમારા પણ આ સાંભળી ને હોશ ઉડી ગયા હશે. જાણો છો ક્યા રાજ્યના ક્યા ગામના છે આ પરિવારના લોકો. ચાલો તમને પૂરો પરિચય કરાવ્યે.
આ અધિકારીઓ રાજસ્થાનના ઝુંઝૂનું જીલ્લાનાં નોઆ ગામના વતની છે જેઓ કુલ ૧૪ લોકો ઉચ્ચ કક્ષા નાં અધિકારીઓ છે. આ જીલ્લો લશ્કરી પ્રભુત્વ ધરાવતા જીલ્લા તરીકે ઓળખાઈ છે અહીયાના ધનુરી અને નુઆ ગામોને સૈનિકોની ખાણ કહેવામાં આવે છે. તેમજ હાલ આજ ગામનું એક સૈનિક નું ઘર અધિકારીઓની ખાણ બની ગયું છે આ પરિવારમાં IAS,IPS અને RAS અધિકારીઓની આખી ફોજ છે. આ ગામના એકજ પરિવારમાં ૩-૩ IAS, ૧ IPS, અને પાંચ IRS અધિકારીઓ છે તેમજ આ પરિવારમાં એક RPS સમાજ સેવામાં પણ ફરજ બજાવી રહ્યા છે.
જેમ તમે બધાજ જાણતાજ હશો કે નુઆ ગામે દેશને કેપ્ટન અયુબ ખાન જેવા બહાદુર અને નીડર દેશભક્તોને પણ સમર્પિત કર્યા છે જેમણે દુશ્મન દેશની ટેંક પણ છીનવી લીધી હતી. તેમજ આજ ગામના હયાત મોહમ્મદ ખાને પોતે લશ્કરમાં હતા અને તેઓએ તેમના પુત્ર અને પૌત્રીઓ તેમનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે હાલ હયાત ખાનના આ પાંચ પુત્રો માંથી ૩ IAS તેમજ ૧ IPS બન્યા છે હયાત ખાનની પૌત્રી પણ IAS અશફાક હુસેનની પુત્રી ફરાહ ખાન IRS છે. તેમજ એક પ્રપોત્ર નિવૃત IG લિયાકત અલી ખાનનો પુત્ર શાહીન ખાન પણ RAS છે.
તેમજ વાત કરીએ તો હયાત ખાનનો એક ભાણીયો સલીમ ખાન પણ RAS છે. શાહિનની પત્ની મોનિકા પણ જેલ વિભાગમાં DIG છે. તેમજ સલીમ ખાનની પત્ની પણ RAS છે અને અનોખી વાતતો એ છે કે લિયાકતની ભાણીના લગ્ન પણ RAS જાવેદ સાથે થયા છે. આ સમગ્ર પરિવારમાં એકથી એક ઉચ્ચ અધિકારીઓ છે જેનું પરિવારમાં તેમજ સમગ્ર નોઆ ગામના લોકો ગર્વ કરી રહ્યા છે