મળો દેશના અનોખા પરિવારને જેમાં પાંચ દસ નહિ !૧૦૦ સભ્યો રહે અને એવા સંપ સાથે રહે કે જાણી ને ……
હાલ ના સમયમાં લોકો ને સંયુક્ત પરિવાર સાથે રહેવું સહેજ પણ સ્વીકાર્ય નથી ત્યારે અત્યારે એક આવો પરિવાર કે જેમાં પાચ કે દસ ની પરંતુ ૧૦૦ સભ્યો સાથે રહીને પોતાનું જીવન ખુશી થી જીવી રહ્યા છે છે જે આજના સમય માં ખુબ જ ઓછા સંયુક્ત પરિવાર માં રહેતા હોયઆવું જોવા મળે છે .
રાજસ્થાન ના હનુમાનગઢ માં એક પરિવાર અત્યારના સમયમાં ખુબ ચર્ચાનો વિષય બન્યું છે. આ પરિવારની ચર્ચામાં હોવાની એક ખાસ બાબત છે એટલેકે જ્યાં લોકો નાના પરિવારમાં રહેવા માંગે છે ત્યાં આ પોતાની સંયુક્ત પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે અને આ પરીવારની સભ્ય સખ્યા પણ આટલી કે સૌ કોઈ ચોકી જાય .
મળેલા સુત્રોના આધારે હનુમાનગઢ ના ભાભુવાળી ઢાળીમાં બુગાલીયા પરિવાર માં ૧૦૦ સભ્યો એક જ ઘરમાં રહે છે .સંયુક્ત પરિવારના મુખિયા મહેન્દ્ર કુમાર બુગાલીયા છે એમના પાંચ ભાઈઓ ભુપસિંહ ,ઓમપ્રકાશ,રામકુમાર, પુળચંદ,અને હરિરામ ની સાથે રહે છે.છ ભાઈઓ ને ૨૦ દીકરીને દીકરા છે ,દરેક ભાઈઓ ને પત્ની ,પુત્ર-પુત્રવધુ,પોત્રો ,પોત્રીઓ છે.ચોકાવનારી વાત એ છે કે આ તમામ સંયુક્ત પરિવારમાં રહે છે .
દરેક સભ્ય એક જ ઘરમાં સાથે રહે છે અને સાથે બેસીને જ ભોજન લે છે વધુમાં જાણવા મળ્યું કે આ વિશાળ પરિવારમાં ઝગડા ના થાય એટલા માટે કામની વહેચણી કરી નાખવામાં આવી છે
પરિવારના મુખીયા મહેન્દ્રભાઈના ૨ ભાઈઓ પેસ્ટી સાઈઝ કંપનીમાં કામ કરે છે અને આ સિવાયના ૩ ખેતી કામ કરે છે અને એમના ૬ ભાઈઓના પુત્રો પોતાનું કામ કરે છે ત્યાં જ મહિલા ઓ એ ઘર સાભળ્યું છે.આમાં દરેકનું કામ પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું છે.ત્યાં જ સમય સમય પર પરિવારમાં મહિલાઓના કામ નો સમય પણ બદલવામાં આવે છે .
સાચે જ આવા પરિવારમાં રહેવાની મજા જ કઈક અલગ હોય છે જ્યાં સુખ દુઃખ વિષે તમામ સભ્યો ભેગા મળીને નિર્ણય કરે છે .