મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી! ગુજરાત ના આ જીલ્લા મા કરાસાથે થયો વરસાદ…

હાલ ઉનાળાની ઋતુ શરુ હોવાથી ગુજરાતમાં ખુબજ કાળઝાળ ગરમી પડી રહી છે તેનાથી લોકો ખુબજ બફાઈ રહ્યા છે. પરંતુ અમરેલીમાં વરસાદની આગાહી પ્રમાણે ખુબજ વરસાદ વરસ્યો હતો અને ઘણી જગ્યાએ તો કરા પણ પડ્યા હતા તેવી તસવીરો સામી આવી રહી છે. આવી ગરમી માં અમરેલી જીલ્લા માં વરસાદ થતા લોકોને ગરમી થી રાહત મળી હતી તેમજ ખેતી કરતા ખેડૂતોના પણ ચહેરા ખીલી ઉઠ્યા હતા.

અમરેલી જીલ્લાનાં સાવરકુંડલામાં આજે જેઠ મહિનામાં જ અષાઠી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાનાં ગ્રામ વિસ્તારોમાં પણ અચાનક વાતાવરણનો પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જગ્યા જગ્યા એ ખુબજ પાણી વહેતું થઇ ગયું હતું તો વળી ક્યાંક વરસાદ ની સાથે કરા પણ પડ્યા હતા. તેમજ લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજય નદી બે કાઠે વહેતી થતા ખેડૂતો પણ ખુશખુશાલ થઇ ઉઠ્યા હતા.

આમ એવી પણ આગાહી છે કે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સોંરાષ્ટ્રમાં ૮મિ જુન થી વરસાદ વરસી શકે છે. તેમજ આવતા દિવસોમાં ૩ થી ૪ ડીગ્રી નો તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના બધાજ શહેરોની જેમ અમરેલીમાં પણ ખુબજ ગરમી પડી રહી હતી તેવામાં આજે સાવરકુંડલાનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને ખુબજ ધોધમાર વરસાદ વરસવાથી રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા.

આમ અમરેલી અને સાવરકુંડલા પછી લાઠી અને દામનગરમાં પણ ભારે પવનની સાથે વરસાદ વરસ્યો હતો. લાઠી શહેર માં તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આમ લોકો એ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો છે અને ગામે ગામના ખેડૂતો પણ ખુબજ ખુશ થઇ રહ્યા છે. કારણ કે લાઠીના દુધાળામાં ખેતરો પાણી થી છલોછલ ભરાયેલા જોવા મળ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.