રાજ્યમાં મેઘમહેર યથવાત રહેશે હવામાન વિભાગે વરસાદને લઇ આગામી ૫ દિવસની કરી મોટી આગાહી ! જાણો ગુજરાતના ક્યાં જીલ્લોઓમાં મેઘરાજા કરશે બેટિંગ….

હાલ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદ ની અસર ખુબજ જોવા મળી રહી છે લોકો ખુબજ ગરમીથી રાહત મળતી જોવા મળી રહી છે તેમજ ખેતી કરતા ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં પુશ્કળ વરસાદ વરસ્યો જેમ કે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, ખેડા, વગેરે જીલ્લાઓ.

ગીર સોમનાથમાં કલાકમાં ૨ ઈંચથી વધુ વરસાદ થયો છે, તેમજ રાજકોટમાં પણ ૨ દિવસ પહેલા વાતાવરણમાં ઓચિંતાનો પલટો આવતા માત્ર એકજ કલાકમાં ૨ ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો. તેમજ અન્ય જીલ્લાની વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ અન્ય પાંચ તાલુકાઓમાં પણ એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. તેવામાં હવામાન વિભાગે આજે વરસાદને લઇ આગામી ૫ દિવસની આગાહી કરી છે જે સાંભળી તમે પણ ખુશ થઇ જશો.

જેમાં દ.ગુજરત અને સોંરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. તેમજ ભાવનગર, અમરેલી, મોરબી, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. તથા આ વર્ષે ચોમાસું સારું રહેવાનું અને વરસાદ સારો પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

તેમજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, નડીયાદ, બનાસકાંઠા, વડોદરા, પાટણ, મહેસાણા વગેરે જિલ્લાઓમાં વરસાદી ઝાપટા રહેશે. અને મધ્યમ વરસાદ જોવા મળશે. આમ સમગ્ર રાજ્યભરમાં ૨ દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સીસ્ટમને લીધે વરસાદ રહેશે. આમ આ રીતે રાજ્યભરમાં આગાહી પ્રમાણે વરસાદ વરસવાની શક્યતાઓ છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *