ગુજરાતના આ જિલ્લાઓમાં થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો હવામના વિભાગની નવી આગાહી…

વાત કરીએ તો રાજ્યમાં ફરીથી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. આગામી બે થી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ આવી શકે છે. ખાસ કરીને 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયેલું હોવાથી બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ બનશે. સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારના માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.

આમ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ થવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગમાં વરસાદ થવાની શક્યતા છે. સાથે આણંદ, છોટા ઉદેપુર, વડોદરા અને ભરૂચમાં વરસાદ વરસી શકે છે. ત્યારે આજે ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ સહિત મધ્યગુજરાતના આણંદ, દાહોદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

આમ બીજી બાજુ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી તો 9મીએ વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ જ્યારે 10મીએ તાપી, નવસારી, ડાંગ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આમ આ સાથે સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૯૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ ૨૩ જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૧ જળાશય વોર્નિંગ ૫ર છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.