મહેસાણા: લદાખ બોર્ડર પર ફરજ નિભાવતા વીર જવાન થયો શહીદ ! મૃત્યુનું કારણ જાણી હોશ ઉડી જશે, થયું એવુ કે…
મિત્રો જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેવીજ રીતે હાલ એક મોતનો ખુબજ દુખદ મામલો સામે આવી રહ્યો છે જેમાં બોર્ડર પર ફરજ નિભાવતા વીર જવાનનું સારવાર દરમિયાન શહીદ થઇ ગયા. આજે તેઓના પાર્થિવદેહને તેમના ગામે લાવતા સમગ્ર ગામ શોકમય બન્યું હતું. ગામમાં તેમની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. આવો તમને પૂરી ઘટના વિગતે જણાવીએ.
મિત્રો વાત કરીએ તો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના અને જમ્મુમાં લદાખ બૉડર પર ફરજ બતાવતા જવાન ભરતસિંહ રાણા વીરગતિ પામ્યા છે. હાલ ભરતસિંહ રાણા લદાખ બૉડર પર ફરજ નિભાવતા હતા થયું એવુ કે ભરતસિંહ રાણા એકાદ અઠવાડિયા પહેલાં ડ્યુટી પર હતા ત્યારે વાતાવરણ ઠંડુ હોવાથી તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જેથી તેમને ચંદિગઢ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
જ્યાં થોડી રિકવરી આવી હતી. જોકે, ફરીથી તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમનું મોત થયું હતું. તેમના મોતના સમાચાર પરિવારજનો અને ગ્રામજનોને મળતાજ સમગ્ર ગામમાં અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આમ જયારે જ્યારે પણ દેશનો કોઈ જવાન શહીદ થાય છે ત્યારે જે તે પરિવાર પર દુઃખના આભ ફાટી પડતા હોઈ છે જેમ આ આ પરિવાર પર ફાટી પડ્યા છે .
ખરે ખરે આ જવાનને સો સો સલામ છે જેણે દેશ માટે થઈને ખુબજ કડકડતી ઠંડીમાં અત્યાર સુધી તેની પૂરી નિષ્ઠાથી જે સેવા આપી છે. તમને વધુમાં જણાવીએ તો અંતિમ વિધિને લઇને આજે આખા ગામે બંધ પાળીને શહિદ ભરતસિંહ રાણાને શ્રદ્ધાજલિ આપી હતી. જ્યારે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જવાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો