મહેસાણા : કાળની કરામત તો જુઓ! પટેલ યુવકે વિચાર્યું પણ નહીં હોય કે તેને આવું મોત મળશે, ખેતરમાં જ…..
આ દુનિયામાં મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ હત્યાના કિસ્સામાં તો વળી ઘણી વખત કોઈ ગંભીર અકસ્માતમાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે તો વળી ઘણી વખત કોઈ વ્યક્તિ બેદરકારી અને ધ્યાનનાઅભાવને લીધે પણ અકસ્માતમાં મોતને ભેટી પડતો હોઈ છે. તેવીજ રીતે હાલમાં એક પટેલ યુવકનું તેનાજ ખેતરમાં મોત થયું છે. આવો તમને આ સમગ્ર ઘટના વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો મોતની આ ધ્રુજાવી દેતી ઘટના મહેસાણાના લાંઘણજ નજીકના એક ખેતર માંથી સામે આવી રહી છે જ્યાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા વિક્રમ ભાઈ મફતલાલ પટેલ ઉંમર 42 વર્ષ કે જેઓ ગઈ કાલે સાંજે આંબલિયાસન રોડ પર શ્રીનાથ ફેકટરી પાસે આવેલા ખેતરમાં પાક જોવા ગયા હતા.એ દરમિયાન ઘરે પરત ફરતા સમયે ખેતરમાં પડેલ વાયરને બાજુમાં ખસેડતાં તેમના હાથે કરંટ લાગ્યો હતો.
આમ જે બાદ કરંટ લાગવાથી તેઓના શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. આમ નજીકમાં રહેલા અન્ય એક ખેડૂતને ઘટનાની જાણ થતા ખેતરે દોડી આવ્યા હતા.તમેજ સમગ્ર મામલે મૃતકના પરિવારને જાણ કરતા પરિવાર ઘટના સ્થળે દોડી આવી હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોકટર મૃત જાહેર કર્યા હોવાનું પરિવાર જણાવ્યું હતું
અમ આ સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા તેમના પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. આમ જે વીજ વાયરના કારણે અકસ્માત સર્જાયો તે વીજ કંપનીનો હતો કે પાક રક્ષણ માટે રખાયો હતો તેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.