મહેસાણા: દિવાળીના દિવસે નવું લીધેલું બાઈક લઈને જઈ રહેલા યુવકનું રોડ અકસ્માતમાં થયું મૃત્યુ, ઘટના એવી બેની કે…
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ અકસ્માતની ઘટના મહેસાણા જિલ્લામાંથી સામે આવી રહી છે જ્યાં દિવાળીનો તહેવાર લોકો હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા હતા. ત્યારે બીજી બાજુ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. જેમાં વિજાપુરની અંદર દિવાળીના દિવસે નવું લીધેલું બાઈક લઈને જઈ રહેલા યુવકનો રોડ વચ્ચે કૂતરું આવી જતા અકસ્માત સર્જાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. તેમજ ત્રણ નાની બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે રહેતો 30 વર્ષીય શીવા દેવીપૂજક નામના યુવકે દિવાળીના તહેવાર આવતો હોવાથી પોતાના માટે બાઈક લેવાનો વિચાર કર્યો હતો. બાદમાં દિવાળીના દિવસે યુવકે નવું બાઈક ખરીદ્યું હતું. ત્યારબાદ બાઈક લઇ યુવક બેસતા વર્ષના દિવસે સાંજે કોટડી ,વિજાપુરથી પિલવાઇ જવાના માર્ગ પર યોગેશ્વર કોટન મીલ નજીક યુવકના બાઈક વચ્ચે કૂતરું આવી જતા તે રોડ પર પટકાયો હતો અને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન ફરજ પરના ડોકટરએ મૃત જાહેર કર્યો હતો.
આમ મૃતકના પરિવારમાં દશ, આઠ અને ત્રણ વર્ષની બાળકીઓ છે. અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા યુવકના બાળકોએ બેસતા વર્ષના દિવસે જ પિતાની છત્ર છાયા ગુમાવતા સમગ્ર પંથક શોકમય બન્યો છે. આ ઘટના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે વહેલી સવારે લોકો બેસતા વર્ષની વધામણી કરી રહ્યા હતા. ત્યારે સાંજે યુવકના આ પ્રકારે મોતના સમાચાર મળતા પરિવાર અને સમગ્ર ગામમાં એક શોક જેવો માહોલ છવાઈ ગયો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.