ગરીબોના મસીહા ખજુરભાઈ એ વધુ એક કમાલ કરી ! ભાવનગરના હજુ એક અસહાય પરિવારના દીકરા બની ખજુરભાઈએ કરી મદદ વાચો વધુમા

દરેક લોકો ખાજુરભાઈ ને જાણતા જ હશે ખજુરભાઈ તેમના દરિયાદિલી ના કારણે બહુ પ્રખ્યાત થઇ રહ્યા છે. ખજુરભાઈ ને ગરીબો અને જરૂરિયાતમંદ લોકોના મસીહા તરીકે ઓળખવામાં છે.  ખજુરભાઈ અવાર નવાર લોકો ની મદદ કરી ચર્ચામાં જોવા મળતા હોય છે. ખજુરભાઈ એ અત્યાર સુધી ઘણા અસહાય અને ગરીબ જરૂરીયાતમંદ લોકોની મદદ કરી માનવતા મહેકાવી છે. ખજુરભાઈ એ છેલ્લા ૨ વર્ષમાં પોતાના ખીચાના કરોડો રૂપિયા આવા ગરીબ અને જરૂરિયાત મંદ લોકો પાછળ ખર્ચ્યા છે.

અને તેમના માટે દેવદૂત બન્યા છે. ખજુરભાઈ એ અત્યારસુધી ૨૦૦ કરતા પણ  વધારે લોકો ને ઘર બનાવી આપ્યા છે. અને આવું નેક કામ કરતા જોવા મળ્યા છે.હાલમાં જ ખજુરભાઈ ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના પાદરી ગામે રહેતા જયશ્રીબેન ગોધરેજીયા નામના એક મહિલાની મદદ માટે નીકળ્યા હતા. જયશ્રીબેન તેમના પતિ અને ૨ બાળકો સાથે રહે છે. જયશ્રીબેનના પતિ અને દીકરો માનસિક રીતે બીમાર છે એટલે તેમનાથી કોઈ કામ થઇ શકતું નથી.

આથી જયશ્રીબેન અને તેમની દીકરી આખો દિવસ મજુરી કામે જાય છે અને આખા પરિવાર નું ગુજરાન ચલાવે છે. જયશ્રીબેનનું ઘર હાલમાં જ વાવાઝોડા માં પડી ગયું હતું એટલે તેઓ એક નાની ઓસરીમાં રહે છે. ખજુરભાઈ ને આ બાબતની જાણ થતા જ તેઓ તેમની મદદ કરવા માટે તળાજા આવી પહોચ્યા હતા. જયશ્રીબેનનું ઘર વાવાઝોડા માં પડી ગયું હતુ આથી જયશ્રીબેન અને તેમનો પરિવાર  છેલ્લા એક વર્ષથી એક નાની ઓસરીમાં રહેતા હતા, જયારે આ વાતની જાણ ખજુરભાઈ ને થઇ તો તેઓ તરત જ જયશ્રીબેનના ભાઈ બનીને તેમની મદદ કરવા આવી પહોચ્યા હતા.

આ પરિવારના લોકો ને ચોમાસામાં બહુ જ તકલીફ નો સામનો કરવો પડતો હતો. આથી ખજુરભાઈ એ જયશ્રીબેનની આર્થિક પરિસ્થિતિમાં સહાય મળી રહે તે માટે તેમને નવું ઘર બનાવી આપવાનું નક્કી કર્યું હતું અને આ સાથે જીવન જરૂરિયાતની તમામ વસ્તુ આપીને જયશ્રીબેનને મદદ કરી હતી. ખજુરભાઈ એ અત્યાર સુધીમાં ઘણા આવા ગરીબ અને જરૂરિયાત ધરાવતા લોકો ને સહાય કરી તેમને  રહેવા માટે આશરો આપ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *