હવામાન વિભાગ ની આગાહી ગુજરાત ના આ ક્ષેત્રો મા વરસાદ તુટી પડશે ! જાણો કાલ ના વરસાદી આંકડા…

હાલ ગુજરાતમાં ચોમાસાને લઈ પ્રી-મોન્સુન ચાલી રહ્યું છે અને લોકો ને ઉનાળાની આવી કાળઝાળ ગરમીથી રાહત મળતી જોવા મળે છે તેમજ વરસાદને લીધે ખેડૂતોના ચહેરા પણ ખુશી થી ખીલી ઉઠ્યા છે હાલ ગુજરાતમાં ઘણા તાલુકા ના ગામોમાં છુટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ મહીસાગરમાં બે દિવસ પહેલા ૭૬ એમ.એમ વરસાદ પડ્યો હતો. અને સાથે બીજા ઘણા શહેરોમાં પણ થોડો થોડો વરસાદ જોવા મળ્યો હતો.

‘હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નવસારી સહિત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં પણ વરસાદ વરસશે. રાજ્યમાં હવે ચોમાસાની એન્ટ્રી થઇ ચુકી છે તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ,ગાંધીનગર, મહેસાણા, વગેરે રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં રાજ્યનાં ૧૦૯ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેથી લોકો ને ગરમી થી રાહત મળી છે અને ત્યારે હવામાન વિભાગે આજ રોજ ફરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. અને એક સારા સમાચાર આપ્યા છે તમને જણાવીએ કે ગઈ કાલે રાજ્યમાં છેલ્લા ૨ કલાક માં ૨૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે.

જ્યારે સોંથી વધારે ખંભાળિયામાં પોણા ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કલવાડા માં ૨.૫ ઈંચ વરસાદ વરસ્યો હતો અને ખુબજ રસ્તા પર પાણી વહેતા થયા હતા. તેમજ મુળીમાં ૧ ઇંચ વારસાદા, પડધરીમા ૧ ઇંચ, રાજકોટમાં ૧ ઇંચ વરસાદ, સાયલામાં અડધો ઇંચ અને ધંધુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. આમ ગઈકાલેજ રાજકોટમાં વાતાવરણ પલટાયું હતું. જેમાં માત્ર અડધો કલાકમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં કાલાવડ રોડ, મવડી રોડ, 150 ફૂટ રીંગ રોડ પર પાણી ભરાઇ ગયા હતાં. તદુપરાંત મહિલા કોલેજ અન્ડરબ્રિજ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, ગોંડલ રોડ પર પાણી જમા થતાં તંત્રની પ્રિ મોન્સુન કામગીરી ધોવાઈ ગઈ હતી. આમ ત્યાર પછી રાજકોટના લોકો ને આવી કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો હતો.

આમ હાલ વરસાદી સીસ્ટમ ગુજરાતમાં સક્રિય બન્યું છે અને ઘણા જીલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં ચોમાસું સમગ્ર રાજ્યમાં પહોચી જશે તેવી અગાહી કરવામાં આવી છે આમ અગામી ૨ દિવસોમાં ખુબજ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે  ૧૬ અને ૧૭ તારીખે રાજ્યમાં ઘણા જીલ્લાઓમાં વરસાદ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. અને જો આગાહી પ્રમાણે ગુજરાતમાં સારો વરસાદ પડશે તો પ્રથમ વરસાદે જ ખેડૂતો વાવણી કરી શકશે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *