હવામાન વિભાગે વરસાદને લઇ કરી મોટી આગાહી ! જાણો આગામી ૫ દિવસોમાં ગુજરાતના ક્યાં ક્યા જીલ્લાઓમાં થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી…

હાલ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદ ની અસર ખુબજ જોવા મળી રહી છે લોકો ખુબજ ગરમીથી રાહત મળતી જોવા મળી રહી છે તેમજ ખેતી કરતા ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં પુશ્કળ વરસાદ વરસ્યો જેમ કે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, ખેડા, વગેરે જીલ્લાઓ. તેવામાં હવામાન વિભાગે કરી ૫ દિવસની મોટી આગાહી આવો તમને જણાવ્યે.

હવામન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં ૨૪ જુનથી વરસાદનું જોર વધશે. તેમજ બીજી તરફ રાજ્યમાં ૨૧ તાલુકા એવા છે જ્યાં બિલકુલ વરસાદ પડ્યો નથી. આમ ૨૪ જુન થી સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નાગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર- સોમનાથ દીવ માં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અને ૨૫ જુનથી પણ સુરત, ડાંગ, નવસારી, દાદરા નાગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ છેલ્લા ૨૪ કલાક માં રાજ્યમાં ૩૦ તાલુકા વરસાદ નોંધાયો છે.

આમ છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં ૪૨ એમ.એમ. પડ્યો છે. તેમજ અમદાવાદના વિરમગામમાં ૨૩ એમ.એમ. વરસાદ પડ્યો છે. અરવલ્લીના મોડાસામાં 19 એમ.એમ. વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના પોસીનામાં 15 એમ.એમ. વરસાદ પડ્યો છે.

આમ હાલ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વળી દક્ષિણ ગુજરાતમાં અને સોંરાષ્ટ્રમાં કેટલાક જીલ્લાઓ માં ભારે વરસાદની આગાહી કરવામ આવી છે. આમ આગામી ૫ દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે. આગામી ૫ દિવસો માં ગુજરાતના દક્ષીણભામાં અને સૌરાષ્ટ્ર માં કેટલાક જીલ્લાઓ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે પછી ખેડૂતોનાં ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે. આમ ૧૨૬ થી ૨૫૦ એમ.એમ.વરસાદ પડ્યો હોઈ તેવા તાલુકાની કુલ સંખ્યા 7 છે. અને ૨૫૧ એમ.એમ. થી ૫૦૦ એમ.એમ. વરસાદ પડ્યો હોઈ તેવા તાલુકાની સંખ્યા ૧ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.