હવામાન વિભાગે શિયાળા ને લઈ ને કરી મહત્વ ની આગાહી ! આ વખતે ઠંડી એટલી પડશે કે…

જેમ તમે બધા જાણોજ છો કે હાલ શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે તેવામાં વહેલી સવારે ખુબજ ઠંડીનો માહોલ જોવા મળતો હોઈ છે અને જ્યારે રાત પડવા આવે છે ત્યારે પણ ઠંડી વધવા લાગે છે. તેવામાં હવે લોકો ઠંડીથી બચવા માટે શિયાળાની ઋતુમાં સ્વેટર જર્સી વગેરે પોતાના શરીરને ગરમ રાખવા માટે પહેરતા હોઈ છે. ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા કડકડતી ઠંડીને લગતી મહત્વની આગાહી કરવા આવી છે આવો તમને આ આગાહી વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો હાલ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે હવામાન નિષ્ણાતોના મતે આ વખતે ઠંડી વધુ પડવાની શક્યતા છે. તેમજ ઓક્ટોબરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં એટલો ઘટાડો થયો ન હતો. આમ વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ‘ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. તેમજ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને આગામી દિવસમાં એક ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે.’


તેમજ આ સાથે વધુમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ ‘ઉત્તર-પૂર્વના પવનો કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અને રાજ્યના અનેક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે. અમદાવાદ સહિતના અનેક શહેરોના તાપમાનમાં હાલ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના કારણે આગામી પાંચ દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે.’ તેમજ આ સાથે આજના તાપમાનની વાત કરીએ તો સુરતમાં 24.01 ડિગ્રી, રાજકોટમાં 18.04 ડિગ્રી તાપમાન છે.’


તો વડોદરાનું લઘુતમ તાપમાન 17.4 ડીગ્રી નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે કે હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ શકે છે. નવેમ્બરની શરૂઆતમાં પણ ક્યારેક ગરમી અને ક્યારેક ઠંડી લાગતી હતી. પરંતુ હવે એવું નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ગુજરાતમાં 18 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. પહાડો પર હિમવર્ષા શરૂ થયા બાદ આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજધાની દિલ્હીમાં ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો નીચે આવવા લાગ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *