હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી! કહ્યું ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે… જાણો વિગતે

હવામાન વિભાગની અગાહી પ્રમાણે આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં આજે મેઘરાજા ખાબકશે. મહત્વનું છે કે, હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમે-ધીમે વિદાય લેવાની તૈયારીમાં છે. આમ પહેલાંની હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે.

હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

જોકે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે. આમ વાવાઝોડા સાથે વરસાદની આગાહી વિદાય લેતા પહેલા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા ઉલ્લેખનીય છે કે, કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.

આમ ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. મોન્સુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ છે. કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં સરેરાશ 456 મિમી વરસાદની સામે અધધ 845 મિમી વરસાદ નોંધાયો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.