હવામાન વિભાગની હજી બે દિવસ ભારે વરસાદની આગાહી કહ્યું કે ગુજરાતના આ 8 જિલ્લાઓમાં… જાણો વિગતે

ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. સોમવારે 100થી વધુ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 76 ટકા વરસાદ થયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી ગાજવીજ અને વાવાઝોડા સાથે આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળશે. તેવમાં હવામાન વિભાગે ભારે થી અતિ ભારર વરસાદની આગાહી કરી છે. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

વાત કરીએ રો હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16મીના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદને કારણે રાજ્યમાં નર્મદા ડેમ સહિતના જળાશયોમાં હાલમં 74.62% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. પાણીની આવકને કારણે ખેતી અને પીવાના પાણીની ઘાત ગુજરાતના માથેથી ટળી છે. તેમજ મેઘરજ, મોડાસા, ઈડર, હિંમતનગર, માંગરોળમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યાં જ 17 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

 

આમ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 194 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.55 ઈંચ વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો 85.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં 14 ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે 14 ઓગસ્ટ સુધી 12.18 ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર 36.84 ટકા વરસાદ નોંધાયો હતો.

આમ વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના 41 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છમાં 137 ટકા, દક્ષિણ ગુજરાતમાં મોસમનો 95 ટકા, સૌરાષ્ટ્રમાં 78 ટકા, ઉત્તર ગુજરાતમાં 76 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 73 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ કચ્છ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ 6 જિલ્લામાં સીઝનનો વરસાદ સરેરાશ કરતાં 100 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથમાં 38.74 ઈંચ સાથે 101 ટકા, દેવભૂમિ દ્વારકામાં 28.84 ઈંચ સાથે 100 ટકા, પોરબંદરમાં 33.30 ઈંચ સાથે 110 ટકા, નર્મદામાં 53.26 ઈંચ સાથે 127 ટકા જ્યારે વલસાડમાં 90.94 ઈંચ સાથે 101 ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. 43 તાલુકામાં સીઝનનો વરસાદ 100 ટકાથી વધારે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.