ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 4 દિવસ આ જિલ્લાઓમાં…જાણો વિગતે

હાલ તમે જાણોજ છો કે ગુજરાતમાં ચોમાસાનુ આ વર્ષે ખુબજ જોર વધી ગયું છે. તેમજ આ વર્ષગે વરસાદ ખુબજ વરસી રહ્યો છે તેવમાં વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ તેમજ ઘણા રાજ્યોમાં ખુબજ વરસાદ જોવા મળી થયો અને ખુબજ પાણી વહેતા થઈ ગયા છે. ગામડાના લોકોના ઘરમાં નદીઓના પાણી ઘુસી જતા ખુબજ મુશ્કેલીઓ પણ પડી છે. તેવાંમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા થી સામાન્ય વરસાદની આગાહી કરી છે. આવો તમને વિગતે જણાવીએ.

વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ 10 દિવસના વિરામ બાદ નર્મદા જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ હતી. આજે બુધવારની મોડી રાત્રે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. અરવલ્લીના ધનસુરા, માલપુર મેધરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે કૃષિ વિભાગે 8 જિલ્લામાં સરવેની કામગીરી પૂર્ણ કરી છે. કચ્છ જિલ્લામાં હજુ પણ કામગીરી ચાલી રહી છે. રાજ્યના 4000 ગામમાં ભારે વરસાદને કારણે પાક નુકસાની થઈ હતી. બુધવાર સાંજે કૃષિમંત્રી સરવે બાબતે રિવ્યુ બેઠક પણ યોજાઇ હતી. મહત્વનું છે કે 9 જિલ્લાના કલેક્ટર રિપોર્ટ સોંપશે ત્યારબાદ રાહત પેકેજ જાહેર થશે.

તેમજ વધુમાઁ જણાવ્યું કે 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દમણ,દાદરનગર હવેલી, સાબરકાંઠા,કચ્છ અને દિવમાં પણ વરસાદ વરસસે તેવી સંભાવના છે. 21 જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં રહેશે વરસાદ, આગામી 4 રાજયના વિવિધ જિલ્લાઓમાં ફક્ત હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે.

તેમજ આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટલે આગાહી કરતાં જણાવ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમમાં ભારે વરસાદ શરૂ થશે. મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. વલસાડ, નવસારી, સુરતમાં વરસાદથી તાપીના જળસ્તર વધી શકે છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઈ મધ્ય, ઉત્તર ગુજરાતના વરસાદથી સાબરમતીનું જળસ્તર વધશે. તો વળી મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદાના જળસ્તર વધશે તેવા સંકેત પણ આપ્યા છે વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી 70 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 118 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 83 ટકા વરસાદ થયો છે. સાથે પૂર્વ મધ્ય ગુજરાતમાં 62 ટકા અને સૌરાષ્ટ્રમાં પણ સિઝનનો 62 ટકા વરસાદ થયો છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 57 ટકા વરસાદ થયો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *