હવામાન વિભાગની મોટી આગાહી આગામી 5 દિવસોમાં આ જિલ્લાઓમાં મેઘરાજાની થશે ધમાકેદાર એન્ટ્રી… જાણો વિગતે

વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસશે. તેમજ તમને જણાવી દઇએ કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડે જળબંબકારની સ્થિતિ સર્જી છે. દક્ષિણ ગુજરાતના લગભગ તમામ સાતેય જિલ્લાઓમાં મેઘરાજા સમયાંતરે ધડધબાટી બોલાવતા રહે છે.

આ સાથે મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ, ગઇકાલે ડાંગ, આહવા, વઘઇ અને સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ , નવસારી, વલસાડ અને ડાંગમાં વધુ મેઘમહેર જોવા મળી રહી છે. ભરૂચમાં પણ ગઈકાલે સમીસાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આમ પરંતુ આગામી તા. 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમા વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાંથી હજુ ચોમાસાએ વિદાય લીધી ન હોય તેમ 23 સપ્ટેમ્બરે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કારાઈ રહી છે. આ સાથે આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. ત્યારે કોરોનાને લઇને નવરાત્રીના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાએ કેડો છોડતા નવરાત્રીના આયોજનો અંગે છૂટ મળી છે આવી સ્થિતિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી.

આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. નવરાત્રીમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત થઇ છે. આમ હવે ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ હવે કચ્છમાંથી વિદાય લેવાની તૈયારીમાં હોય તેવી સ્થિતિ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.