હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ કરી મહત્વની આગાહી આ વિસ્તારમાં આગામી 48 કલાક ‘ભારે’, તેમજ 22 જુલાઈ બાદ…

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે. આવો તમને આ આગાહી વિશે જાણકારી આપીએ.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે આવતીકાલે સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. 16 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 22 જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભારમાં વરસાદ થઇ શકે છે. સાથે 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવતીકાલે સાર્વત્રિક વરસાદ પડશે. આ સાથે 16 જુલાઈથી વરસાદનું જોર ઘટશે તો સાથે 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે 24 જુલાઈથી 26 જુલાઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મત મુજબ જો 20 જુલાઇ બાદ ભારે વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. નોંધનીય છે કે, રાજ્યમાં સતત વરસાદને લઈ કેટલાક જિલ્લાઑમાં કૃષિ પાકને મોટું નુકશાન પહોંચ્યું છે. આ તરફ હવે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદન આગાહી કરી છે.

ગુજરાતના માઁ ખુબજ વરસાદને લીધે ઠેર-ઠેર વરસાદી પાણી અને ક્યાંક પૂરના કારણે કૃષિ પાકોને મોટું નુક્શાન થયું છે. જેને લઈ હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી છે. સરકારે આજે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં પાક નુકસાનીના સર્વે કરવા આદેશ કર્યા છે. રાજ્ય સરકારે જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે રિપોર્ટ તૈયાર કરવા સૂચનો આપ્યા છે. આમ રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટી જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યની 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. નગરોમાં વરસાદી પાણી ભરાતા સાફ-સફાઇ માટે આ સહાય જાહેર કરાઇ છે. આ સહાય દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ, ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરાશે. આ સાથે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *