હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ ખેડૂતો માટે રાહતની આગાહી કરી, કહ્યું કે આગમી 5 દિવસોમાં ગુજરાતના આ વિસ્તારોમા પડશે ભારે વરસાદ…

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. અને તેવાંમાં હાલ હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ હૈયા ને ટાઢક લાગે તેવી અગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહે છે કે માં 5 થી 7 જૂલાઇ સુધી સામાન્ય વરસાદ, 10 થી 15 જૂલાઇ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. આમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે રાહતની આગાહી કરી છે. કહ્યું કે આજે તારીખ 5 અને 6 જુલાઇમાં અમદાવાદમાં મેઘ મહેર થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદના સંકેત છે. ઘીરે ઘીરે એક સપ્તાહમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં તારીખ 10 થી 15 જુલાઇ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. પાટડી દસાડાના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. સાથે જ અંબાલાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદના વરતારા આપ્યા છે.

તેમજ આ સાથેજ અંબાલાલે ઉત્તર ગુજરાતના ખેડૂતોને સૂચન કરતાં કહ્યું છે કે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, બનાસકાઠા, પાટણ, સાબરકાંઠા સહિત ઊતર ભાગના તેમજ મધ્ય ભાગના બધાજ વિસ્તારમાં મેઘ સવારી સારી રીતે આવશે. તેમજ હાલ વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં મેઘમહેરના વરતારા છે. 8 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના માછીમારો આજથી દરિયો ન ખેડવાની સુચના આપવમાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે. પણ હજુ પણ ગુજરાતમાં વરસાદની સરેરાશ 34 ટકા ઘટ છે.

તેમજ બીજી બાજુ તારીખ 6 જુલાઈના રોજ નવસારી, સુરત, આણંદ વડોદરા, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના લીધે ઉમરગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સાથે વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.