હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ એ ચોમાસા ને લઈને બે મહત્વ ની વાત કહી જેમા જણાવ્યુ કે ” ચોમાસા ને વેગ આપતા…

હાલ ગુજરાતમાં ચોમાસાને લઈ પ્રી-મોન્સુન ચાલી રહ્યું છે અને લોકો ને ઉનાળાની આવી કાળઝાળ ગરમીથી રાહત મળતી જોવા મળે છે તેમજ વરસાદને લીધે ખેડૂતોના ચહેરા પણ ખુશી થી ખીલી ઉઠ્યા છે હાલ ગુજરાતમાં ઘણા તાલુકા ના ગામોમાં છુટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ મહીસાગરમાં બે દિવસ પહેલા ૭૬ એમ.એમ વરસાદ પડ્યો હતો. અને સાથે બીજા ઘણા શહેરોમાં પણ થોડો થોડો વરસાદ જોવા મળ્યો હતો.

તેવામાં અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવે છે કે ‘નૈઋત્ય ચોમાસું ઝડપભેર આગળ વધી રહ્યું છે અને આજે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સોંરાષ્ટ્રમાં માંગરોળ, ચોરવાડના દરિયાકાંઠા પર એન્ટ્રી લઇ લીધી છે. તેમજ હજુ બે દિવસ આ ચોમાસું આગળ ચાલશે અને સોંરાષ્ટ્રના ભાગોને કવર કરી શકે છે.’ આ આગાહી બાદ લોકો ને વરસાદ અંગે હાશકારો જોવા મળી રહ્યો છે અને ખુબજ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે.

આજે અશોકભાઈએ વાતચિતમાં જણાવ્યું હતું કે નૈઋત્ય ચોમાસું ઉતરીય અરબી સમુદ્રમાં દાખલ થઇ ગયું છે. ઉતરીય રેખા ૨૧ ડીગ્રી ઉપર અને ૭૦ ડીગ્રી પૂર્વ પર છે માંગરોળ અને ચોરવાડ નજીકની દરિયાઈ પટ્ટીમાં દાખલ થઇ ગયું છે. આમ ત્યાંથી ચોમાસું રેખા દીવ, સુરત થઈને, નંદુબાર, પરભાણી, તિરુપતિ, પોંડીચેરી થઈને પશ્ચિમ બંગાળ તરફ એ હજુ બે દિવસ ચોમાસું આગળ ધપતું રહેશે. આમ ચોમાસાને આગળ ધપવા માટે અનુકુળ બે પરિબળો પણ સક્રિય છે.

એક ઓફશોર ટર્ફ દક્ષીણ ગુજરાતથી ઉતરીય કેરળના દરિયાકિનારા સુધી છે. તેવીજ રીતે અપર એર સાઈકલોનીક સરક્યુલેશન મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રની પશ્ચિમ ૩.૧ કિલોમીટર્સ થી 7.૬૦ કિલોમીટર નાં લેવલે છે. આમ તેમણે જણાવ્યું કે સમગ્ર રાજ્ય માં ગાજવીજ સાથે વરસાદ નો માહોલ રહેશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.