ખનન માફિયાઓએ હરિયાણા ના ડીએસપી પર ડમ્પર ચડાવ્યું, DSP નું થયું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત અને પોલીસે આરોપીઓને….

­હરિયાણા ના નૂહ જિલ્લામાં મંગળવારે ખનન માફિયાઓએ DSP પર ડમપર ચડાવી દીધું હતું.DSP સુરેન્દ્ર સિંહ અહી આરોપીઓને પકડવા આવ્યા હતા.પરંતુ તેમની ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના લગભગ ચાર કલાક પછી પોલીસએ આરોપીઓની શોધખોળ માં આસપાસના અનેક ગામો ને તપાસ્યા હતા.પોલીસ અને DSP ની હત્યા માં શામિલ ખનન માફિયા નું પંચગામની પહાડી પર આવેલા એક કિલ્લામાં તેઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.આ જગ્યા DSP ના હત્યાના સ્થળથી બહુ જ નજીક હતી. આ એન્કાઉન્ટર માં દમ્પર ના કલીનર એકરાર ના પગમાં ગોળી વાગી હતી.

પોલીસે એકરારને ગિરફ્તાર કર્યો હતો અને તેને નુહના એક નુલ્હડ મેડિકલ કોલેજ માં ભરતી કરવામાં આવ્યો છે. દંપર ના ડ્રાઈવર ને પણ પોલીસે પકડી લીધો છે અને આ બંને પંચગાવ ના રહેવાસી છે.પરંતું હરિયાણા ના DGP પી.કે.અગ્રવાલે ઍક આરોપીને ગોળી લાગી છે અને તેને પકડી લેવામાં આવ્યો છે તે જણાવ્યું છે .જ્યાં બીજી બાજુ DSP સુરેન્દ્ર સિંહ ની લાશનું બપોર પછી પોસ્ટમો્ટમ માટે નુહનાં એક હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.તેમના પાર્થિવ દેહને હિસારમાં આવેલા તેમના વતન સારંગપુર ગામ ખાતે લઈ જવામાં આવશે.DSP સુરેન્દ્ર સિંહના અંતિમ સંસ્કાર બુધવારે તેમના મૂળ ગામ સારંગપુરમાં કરવામાં આવશે.

તાવડું પોલીસ ને પંચગામ ની પહાડી પર બહુ જ મોટા ખનન ચોરી અંગેની જાણકરી મળી હતી.DSP સુરેન્દ્ર સિંહ તેમનાં સાથી પોલીસ કર્મીઓ સાથે પહાડી પર આ માફિયા ને પકડવા આવ્યા હતા.પહાડી પર તેમને પથ્થર લઇ જતા અનેક વાહનો મળ્યા હતા. જેને તેઓએ રોકવાનું શરૂ કરી દીધું હતું. આ વચ્ચે જ માફિયાઓએ DSP ની ઊપર પથ્થર ભરેલું ડમપર ચડાવી દીધું હતું.તે સમયે સુરેન્દ્ર સિંહ પોતાની ગાડીની પાસે બહાર ઊભા હતાં . ડમપર ની ટક્કરને કારણે તેઓ નીચે પડી ગયા અને ડંપર તેમની ઉપરથી પસાર થઇ ગયું.અને સુરેન્દ્ર સિંહ એ ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયું હતું. અને આરોપીઓ નાસી ગયા હતા. ઘટનાની જાણકારી મલતા પોલીસની ટીમો અને ઓફિસરો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

DSP સુરેન્દ્ર સિંહ હિંસાર જિલ્લાના આદમ્પુર વિસ્તારના સાળંગપુર ગામના નિવાસી હતા.તેઓ ૧૨ એપ્રિલ ૧૯૯૪ નાં રોજ હરિયાળા પોલીસમાં ASI તરીકે ભર્તી થયા હતા અને ૩૧ ઓકટોબરે તેમની નિવૃત્તિ હતી. જાણવામાં આવી રહ્યું છે કે ખનન ચોરી રોકવા માટે DSP પોતાની સરકારી ગાડી સાથે જઈ રહેલા ખનન માફિયાઓએ રોકી રહ્યા હતા.ત્યાર પછી ગાડી થી નીચે ઉતરી જ્યારે ડમ્પરો ને રોકવા ગયા તો ત્યારે ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા. મંગળવારે બપોરે ૧૨ વાગે થનારી આ ઘટના પછી પૂરા વિસ્તાર માં અનેક પોલીસને તૈનાત કરવામાં આવી છે.આની સાથે cm મનોહરલાલ એ DGP અને SP પાસેથી આ ઘટનાની જાણકારી લીધી.સાથે જ આરોપીઓને સામે કડક પગલાં લઈ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. સુરેન્દ્ર સિંહ ના પરિવારના લોકોને ૧ કરોડ રૂપિયા અને સાથે ઘરના એક વ્યક્તિને સરકારી નોકરી આપવા માટેની જાહેરાત પણ કરી હતી.

નૂહ માં થયેલા DSP સુરેન્દ્ર સિંહ ના હત્યાના કેસમાં ગૃહમંત્રી અનિલ વિજ એ કડક કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે જેટલી પોલીસ લગાડવી પડે એટલી લગાડો પણ આ ખનન માફિયાઓને પકડી લાવો.ખનન મંત્રી મૂળચંદ શર્મા એ જણાવ્યું કે વિસ્તારમાં ગેરકાનૂની ખનન ચાલી રહ્યું હતું.આથી આરોપીઓ ને સખત સજા કરવામાં આવે. તાવડુ વિસ્તારમાં અરવલ્લી ટેકરીઓ પાસે મોટા પાયે ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું. જેને રોકવા માટે વહીવટીતંત્ર એ 3 જૂનના રોજ સબ-ડિવિઝન સ્તરે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. જેમાં અનેક વિભાગોના અધિકારીઓ સામેલ હતા.જેમાં DSP સુરેન્દ્ર સિંહ બિશ્નોઈને પસંદ કરી કામગીરી સોંપવામાં આવી હતી.

SDM તાવડુ સુરેન્દ્ર પાલના જણાવ્યા અનુસાર તાસ્ક ફોર્સ બનાવી અરવલ્લીના પ્રતિબંધિત વિસ્તારમાં થતા ગેરકાયદેસર ખનનને રોકવા માટે કાર્યવાહી કરી રહ્યું હતું. આ ટાસ્ક ફોર્સ અઠવાડિયામાં બે વાર જઈ અરવલ્લી પ્રદેશન ના નજીકના આવેલા ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિ અંગેની માહિતી મેળવવાની હતી. મંગળવારે જ્યારે DSP સુરેન્દ્ર સિંહ ગેરકાયદે ખનનની માહિતી મળી અને તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *