ભગવાન જગન્નાથજી માટે સફા બનાવતી ભાવનગરની મહિલા સાથે થયો ચમત્કાર ! જે જાણી તમે નવાઈ પામશો

લોકો ભગવાનની ખુબજ નિષ્ઠા અને શ્રધા પૂર્વક પૂજા કરતા હોઈ છે. તેમજ તેમના બધાજ દુઃખદર્દ દુર કરવા માટે ભગવાન પાસે આવતા હોઈ છે. તેમજ હાલ ભાવનગર શહેરમાં જગન્નાથજીની ૩૯ મી રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેમજ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે ખુબજ ખાસ પ્રકારના અને રંગબેરંગી કલરના આકર્ષિત સાફા અને વાઘાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારના રંગબેરંગી સાફાઓ પર અલગ અલગ કાપડનામાં વિવિધ પ્રકારના ભરતકામ-ટીકી અને મોતીઓ દ્વારા શણગારીને તૈયાર કરવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુબજ ધામધૂમથી રથયાત્રા કાઢવામાં આવશે ભગવાનાં ભક્તો અને સમગ્ર શહેરના નાં લોકો આ રથયાત્રા જોવા માટે ખુબજ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે સાથે નગરચર્યાએ નીકળશે. તેમજ તેમના માટે ૧૫ દિવસ અગાઉજ સુંદર સુંદર વાઘાઓ અને સાફાઓ બનાવવાની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. જેમાં સાધુ પરિવારના હરજીવનદાસ દાણીધારિયા નામના કારીગર છેલ્લા ૨૫ વર્ષથી કોઈ પણ પૈસા વગર આ કામ કરી રહ્યા છે. અને ખુબજ સારી કળાથી બલરામ અને સુભદ્રા માટે વાઘાઓ તૈયારી કરી રહ્યા છે.

આ વાઘાઓ અંદાજીત ૮ થી ૧૦ હજારની કીમતે તૈયાર થતા હોઈ છે. જેમાં ક્યારેક દાતાઓ તરફથી તો ક્યારેક રથયાત્રા સમિતિ દ્વારા મટીરીયલ આપવામાં આવતું હોઈ છે. જેમાં હરજીવનદાસ ૧૫ દિવસમાં વિનામુલ્યે તૈયાર કરી આપે છે. અને પ્રભુના આ કામને લઇ ધન્યતા અનુભવે છે. તેમજ ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામ અને બહેન માટે અતિ સુંદર સાફાઓ પણ તૈયાર કરવામાં આવે છે જે એક નિવૃત મહિલા શિક્ષક પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેમજ એક સાફાનો અંદાજીત ૨૦૦૦ ની આસપાસ ખર્ચો જોવા મળતો હોઈ છે. તેમજ એક સાફો તૈયાર કરતા ૩ દિવસનો સમય લાગે છે.

તેમજ આ બેન કે જે સાફા બનાવે છે તેને ગયા વર્ષે પેરાલીસીસ નો હુમલો આવ્યો હતો. પરંતુ સારવાર બાદ તે ફરીથી સાજા થઈ ગયા હતા. ત્યારબાદ પ્રફુલ્લાબેન ને ભગવાન જગન્નાથજીનો નો આભાર માનીને કહ્યું કે ‘હું આ સાફા નિસ્વાર્થ ભાવે બનાવું છું. જેની સેવાનું ફળ છે કે ભગવાને તેમને સાજી કરી ફરી સાફા બનાવવા પ્રેરિત કરી છે. જો કે તેઓને જ્યારે પેરાલિસિસનો એટેક આવ્યો ત્યારથી કોરોનાને કારણે રથયાત્રા બંધ જ હતી. હવે જ્યારે રથયાત્રા નિકળી રહી છે ત્યારે તેઓ સંપુર્ણ સ્વસ્થ થઇ ચુક્યાં છે.’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *