ચમત્કાર કે શ્રધ્ધા??? ગુજરાત ના આ ગામ મા બની અનોખી ઘટના , ખેડુત નો રુપોયા ભરેલો ડબ્બો એક વર્ષ બાદ 5 કીલો મીટર દુર થી મળ્યો..

હાલ એક ગુજરાતના રણછોડગઢ તાલુકાના ગામના  ખેડૂતના પૈસાને લઇ એક અટપટી ઘટના સામી આવી રહી છે. ખેડૂતનું નામ મુન્નાભાઈ જહાભાઈ ઠાકોર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ગયા વર્ષે તેમણે ઘર બનાવવા માટે ખુબજ મહેનત કરી રૂપિયા ૨૨ હજાર ભેગા કરી ને એક ડબ્બો જમીનમાં દાટી દીધો હતો જે પછી તે ગામમાં ખુબજ વરસાદ પડવાથી જમીનું ધોવાણ થતા તે ડબ્બો પણ પાણી સાથે વહી ગયો હતો. જે પછી મુન્નાભાઈ ઉદાસી માં આવી ગયા હતા. તેમણે ગામના નદી વોકળા બધીજ જગ્યાએ ખુબજ શોધ કરી પરંતુ તેમને તેમના પૈસાનો ડબ્બો મળ્યો નો હતો. અને ગામના લોકો ને પણ આ બાબત વિષે જાણ કરી હતી.

આમ ત્યાર બાદ મુન્નાભાઈ પાછા પોતાના કમનસીબ માનીને ખેતી કરવા લાગ્યા અને તે ઘટનાને એક વર્ષ વીતી ગયું અને પાછુ ચોમાસાનું આગમન થયું ત્યારે ફરી ગામમાં પાણી વહેતું થયું હતું અને હવે જે ઘટના બની તે જાણી લોકો નાં હોશ ઉડી ગયા હતા. મુન્નાભાઈ ઠાકોર નો જે ડબ્બો ખોવાઈ ગયો હતો તે પાછો બાજુમાં આવેલા સરંભડા ગામના એક માલધારી જેનું નામ મુકેશભાઈ દોરાલાને મળ્યો હતો. મુકેશભાઈ જ્યારે પશુઓ ચરાવવા જતા ત્યારે નદીના પટમાં જયારે તેઓએ પ્લાસ્ટીકની થેલી પર લાકડી અથડાવી તો ખખડવાનો આવાજ આવ્યો તેમણે જોયું તો એક સ્ટીલનો ડબ્બો હતો અને પછી તેને ખોલતા તેમાં પૈસાઓ હતા જે ગણતા કુલ ૨૨ હજાર રૂપિયા હતા.

આ અંગે મુન્નાભાઈએ જણાવ્યું હતું કે’ રણછોડગઢ ગામમાં અમે અમારી વાડીમાં રહીએ છીએ. ગયા વર્ષે મકાનનું સમારકામ ચાલતું હતું, જેના માટે રૂપિયા ભેગા કરીને રાખેલા હતા. આ રૂપિયા વાડીમાં લીંબુડીના થડિયામાં સ્ટીલના ડબ્બામાં મૂકીને દાટ્યા હતા. એ પછી બહુ બધો વરસાદ પડતાં પાણી ભરાઈ ગયાં હતાં અને જમીન ધોવાઈ ગઈ હતી. અમે ડબ્બો લેવા ગયા, પરંતુ ત્યાં સુધીમાં ડબ્બો પાણીમાં વહી ગયો હતો. સવારે જોયું ત્યારે ડબ્બો હતો નહીં.

પછી બાજુના સરંભડા ગામમાં ઘણા ઓળખીતા રહે છે, જ્યાં ફોન કરીને રૂપિયા ભરેલો ડબ્બો ખોવાયાની જાણ કરી હતી. એના એક વર્ષ બાદ હમણાં ફરી વરસાદ પડ્યો અને ફરી વોંકળો પાછો ચાલુ થયો. ત્યારે મારો ડબ્બો ફરી માલધારી મુકેશભાઈના હાથમાં આવ્યો. તેમણે મને ફોન પર જાણ કરી અને ખરાઈ કરવા નોટ અંગે પૂછ્યું કે કેટલી નોટો હતી.

એટલે મેં કહ્યું હતું કે મારી નોટો 100વાળી 20 હજારની છે અને 2000 હજારની નોટ છે, એટલે તેમણે કહ્યું કે તમારા જ છે પૈસા. આવીને લઈ જા. એ પછી મેં સરંભડામાં ઝરમરદાદાનું મંદિર છે ત્યાં 1 હજાર રૂપિયાનું દાન કર્યું હતું. આ સિવાય મેં અમારા મઢની માનતા રાખી હતી કે ડબ્બો પાછો મળી જશે તો હું પાંચ હજાર રૂપિયા વાપરીશ. આમ અંતે ભગવાનની દયા સમજો કે કોઈ ચમત્કાર મુન્નાભાઈને તેની મહેનત ની કમાણીના રૂપિયા પાછા મળી ગયા

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *