ડુંગળી સાથે આ વસ્તુનુ મિશ્રણ કરી એક લિક્વિડ બનાવી વાળમાં લગાવો અને પછી જુવો ચમત્કાર તમારા વાળ…

 લોકો જેમ પોતાના ચહેરાને લઈને અન્યને આકર્ષક કરવા માંગે છે તેમ પોતાના વાળને પણ લોકો જોવે અને પૂછે કે તમારા વાળ આટલા સારા કેમ લાગે છે આવું બતાવવા માંગતા હોય છે.દરેક લોકો પોતાના વાળને  લઈને ખુબ જ ચિંતા અનુભવતા હોય છે .તેઓ ઈચ્છે છે કે તેના વાળ પણ રેશમી,ચમકદાર,મજબુત અને લાંબા હોય.

આ માટે તેઓ અનેક ઉપાયો કરતા જોવા મળે છે તથા અનેક પ્રોડક્ટ નો ઉપયોગ કરતા હોય છે.પણ આજે અમે તમને વાળને લગતી સમસ્યાનું સમાધાન બતાવવા જઈ રહ્યા છીએ જેના કારણે વાળ ખરવાની સમસ્યા ને દુર કરવાનો સરસ ઉપાય બતાવસુ .

ગરમીની ઋતુ માં વાળને લગતી ઘણી સમસ્યા ઉભી થતી જોવા મળે છે.પરસેવાના કારણે વાળ ચિપચિપા બની જાય છે અને માથામાંથી ખંજવાળ  આવવાની સાથે વાસ પણ આવવા લાગે છે.વાળ તૂટવાની સાથે રફ થઇ જાય છે અને વાળ દેખાવમાં સાવ ખરાબ લાગે છે.વાળની આવી સમસ્યાને દુર કરવા માટે જો તમે ઈચ્છો તો તમારા વાળ ની દેખભાળમાં ડુંગળી અને એલોવેરા નો સમાવેશ કરી શકો છો .તેનાથી તમારા વાળનો ગ્રોથ સારો થઇ સકે છે.

ડુંગળી અને એલોવેરા બંને ને સાથે લેવાથી પરિણામ ખુબ સારું મળે છે .એલોવેરા અને ડુંગળીનું તૈયાર થતું આ માસ્ક તમારા વાળને શાઈની અને મજબુતી ની સાથે વાળના ગ્રોથને ઝડપી વધારવામાં પણ અસરકારક સાબિત થાય છે.તો આવો જાણ્યે આપણે  કે  આ માસ્કની મદદ કેવી રીતે લઇ શકીએ છીએ.

ડુંગળી અને એલોવેરાનું હેર માસ્ક આ પ્રકારે બનાવવું :-

  • ડુંગળી કાપીને મીક્ષર માં પીસી લેવી .
  • તેને વાટકીમાં કાઢીને મલમલના કાપડથી ગાળી લો.
  • ડુંગળીનાં રસમાં એલોવેરા જેલ મિક્સ કરીને સરખી રીતે મિક્સ કરી લેવું.
  • આ મિશ્રણને સ્કેલ્પ પર લગાડતા આંગળીઓથી મસાજ કરવી .
  • આ હેર માસ્કને અડધો કલાક માથામાં લગાડેલું રહેવા દેવું .

પછી વાળને માઈલ્ડ શેમ્પુથી ધોઈ લેવું.

ડુંગળીમાં ભરપુર માત્રામાં સલ્ફર રહેલું છે.જે હેર પ્રોટીનને વધારવામાં મદદ કરે છે .હેર પ્રોટીનમાં કેરોટીન મહત્વનું હોય છે .વાળમાં લગભગ ૬૫%થી ૯૫% કેરોટીન જ હોય છે.તે સિવાય નવા હેર સેલ્સને બનાવવા અને ડેમેજ હેર રીપેર કરવા માટે પણ પ્રોટીન ની જરૂરિયાત હોય છે.વાળમાં કેરોટીન નો સારો ફળો હેર ફોલીકલને સ્વાસ્થ બનવવામાં અસરકારક સાબિત થાય છે.

હેર ફોલીકલને પોષણ આપે છે.વાળમાં જયારે ડુંગળીનો રસ કે ડુંગળીનું તેલ લગાડવામાં આવે છે,તો તેનાથી માથાની ત્વચા માં બ્લડ સરક્લુંલેશ સરખી રીતે થાય છે.જેનાથી વાળના ફોલિકલ હેલ્થી બને છે.અને વાળને પોષણ મળે છે.તે વાળને સોફ્ટ અને ચમકદાર બનાવે છે.

ડુંગળીમાં એનટી ઓક્સીડેન્ટ કમ્પાઉડસ હોય છે,જે ફરી રેડિકલ્સ ની એકટીવીટી  અટકાવવાનું કાર્ય કરે છે.વાસ્તવમાં ફરી રેડિકલ્સ રીએક્ટીવ મોલીક્યુલ હોય છે.જે,હેર સેલ્સ અને હેર ફોલીકાલ્સને નબળા બનાવે છે.તેનાથી ઓક્સીડેટીવ સ્ટ્રેસ વધે છે અને વાળને નુકસાન થાય છે .

ઘણી વખત સ્કેલ્પ માં સોજાનું કારણ પણ બને છે.જેના કારણે  વાળનો ગ્રોથ અટકે છે.ડુંગળીમાં એનટી માઈક્રોબીયલ ગુણ હોય છે જે સ્કલ્પ માં થતા ખોડા ને કે કોઈ પણ પ્રકારના એન્ફેકશનને દુર કરે છે.તેના ઉપયોગથી જૂની સમસ્યા પણ મટે છે.  

એલોવેરા જેલમાં ઘણા ઓષધિય ગુણો રહેલા છે જે વાળની સમસ્યાને દુર કરી શકે છે.તેમાં ભરપુર મોઈશ્ચર કન્ટેન્ટ હોય છે જે વાળને મુલાયમ બનાવવામાં મદદ કરે છે.તે સિવાય તેમાં ઘણા વિટામિન્સ ,મિનરલ્સ ,એન્જાઈમ, એંટી ઓકસોદેંત રહેલા હોય છે જે વાળને લાંબા ને મજબુત બનાવવામાં મદદ કરે છે. આમ ડુંગળી અને એલોવેરા જેલનું મિશ્રણ તમારા વાળને એક નવી ઓળખ આપે છે. 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *