મોડાસા: માતા-પિતાએ પોતાના વ્હાલસોયા દીકરાને બચવા મદદના હાથ ફેલાવ્યા! માસુમને છે એવી બીમારી કે…16 કરોડ

મિત્રો વાત જરૂએ તો આપણા જીવનમાં મુશ્કેલી ક્યારે અને કેવી રીતે આવી જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ વાત કરીએ તો હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો સીગે જેમાં એક નાના માસુમ બાળકને ખુબજ ગંભીર રોગ છે જેના ઈલાજ માટે કરોડો રૂપિયાની જરૂર હોવાથી બાળકનો પરિવાર લોકો પાસે મદદ માંગી રહ્યુ છે. વાત કરીએ તો ઈલાજ માટે અમેરિકાથી 16 કરોડની અધધ કિંમતનાં ઈન્જેક્શનની જરૂર પડી છે. દૈવિકને સ્પાઈનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી SMA-1 નામની બીમારી થઈ છે. આવો તમને વિગતે જણાવીએ.

આ કિસ્સો અરવલ્લી જિલ્લાના નાનકડા ગામમાંથી સામે આવી રહ્યો છે જ્યાં રહેતો દૈવિક સોની એક ગંભીર બીમારીમાં સંપડાયો છે, જેના ઈલાજ માટે અમેરિકાથી 16 કરોડની અધધ કિંમતનાં ઈન્જેક્શનની જરૂર પડી છે. દૈવિકને સ્પાઈનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી SMA-1 નામની બીમારી થઈ છે. ઈલાજની રકમ જંગી હોવાથી દૈવિકનો પરિવાર લાચાર બન્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર મદદ માટે અપીલ કરી છે.

તમને જણાવીએ કે મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે રહેતા દેવાંગ સોની પોતે સોનીકામ કરી મધ્યમ પરિસ્થિતિમાં જીવન ગુજારો કરે છે. તેમને ત્યાં દીકરાનો જન્મ થયો અને તેનું નામ દૈવિક રાખ્યું. આ દૈવિક શરૂઆતમાં સરસ રમતો-ખીલતો હતો, પરંતુ ત્રણ માસનો થયો ત્યાંથી શરીરની હલનચલન પ્રક્રિયા ઓછી થવા લાગી. હાથ પગ હલાવવાના બિલકુલ બંધ થઈ ગયા, જેથી માતા-પિતા ખૂબ ચિંતા કરવા લાગ્યાં અને સારવાર માટે મોડાસા ખાનગી હોસ્પિટલમાં લઇ ગયાં હતાં, જ્યાં ડોક્ટરને આ બાળકમાં કોઈ અલગ પ્રકારના સિમ્પ્ટન્સ હોવાનું જણાવતાં દૈવિકને વધુ રિપોર્ટ માટે અમદાવાદ મોકલ્યા હતા. આમ જે પછી ત્યાં બે માસ અગાઉ કરેલા ટેસ્ટનો રિપોર્ટ આવ્યો તો તેને સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી SMA – 1ની બીમારી જણાઈ. આ ગંભીર રોગ છે અને એની સારવાર ખૂબ મોંઘી હોય છે. આ બાળકની આ રોગ સામે પ્રતિકાર કરવા અને એને નાથવા માટે અમેરિકાથી 16 કરોડનાં ઇન્જેક્શનની જરૂર પડી છે. જો આ ઈન્જેક્શન બાળકને મળે તો તેનો જીવ બચી શકે તેમ છે.

આમ 16 કરોડ જેવી મોટી રકમ ના કારણે બાળકના પિતા દેવાંગ સોની અને અન્ય પરિવારજનો ભાગી પડ્યા, પરંતુ ગ્રામજનો અને કુટુંબીજનોએ હિંમત આપીને સોશીયલ મીડિયાના માધ્યમથી મદદ માટે અપીલ કરી તેમજ એક NGO દ્વારા દૈવિક સોની નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવી ડોનેશન ઉઘરાવવાનું શરૂ કરાવ્યું છે. દૈવિકના પિતાએ પણ બે હાથ જોડીને વિનંતી કરી છે કે ઇન્જેક્શનની કિંમત બહુ મોટી છે, પણ જો બધા થોડું-થોડું ડોનેશન આપે તો દૈવિક બચી શકે એમ છે. થોડા સમય પહેલાં મહીસાગર જિલ્લામાં એક બાળકને આવો જ રોગ થયો હતો અને ગુજરાતની તમામ જનતાએ યથાશક્તિ સહયોગ આપ્યો હતો. તો કરોડો રૂપિયાનું ડોનેશન મળ્યું અને બાળક બચી ગયું. એ જ રીતે આ બાળકના પરિવારજનોએ પણ અપીલ કરીને મદદની માગ કરી છે.

આ રોગ વિશે વાત કરીએ તો આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે માનવ શરીરમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, પરંતુ એમાં ખામી હોય ત્યારે ન્યુરોન્સનો સ્તર જળવાતો નથી, તેથી કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાય છે. આ બાળકને માતા-પિતા તરફથી વારસામાં મળતો રોગ છે, જે જિનેનિક ખામીને કારણે થાય છે. આ રોગની સારવાર ખૂબ મોંઘી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.