સુરેન્દ્રનગરમાં સોમવાર બન્યો લોહીયાળ! એક જ પરિવારના ત્રણ ત્રણ લોકોની હત્યા, કારણ છે સાવ નજીવું….
હાલ ચેલા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં હત્યાના કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. આ કિસ્સાઓમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે તો વળી ઘણી વખત વ્યક્તિનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે. તેમજ આ હત્યાની પાછળ કોઈના કોઈ કારણ તો હંમેશા રહેલુ જ હોઈ છે. તો વળી જો વર્તમાન સમયની વાત કરવામાં આવે ઓ આજના સમયમાં લોકો સાવ નજીવા કારણે એક બીજાની હત્યા કરવા ઉપર ઉતરી આવતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક ત્રીપલ મડરનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેની પાછળનું કારણ જાણી તમે પણ ચોકી જશો. આવો તમને આ હત્યાનો કિસ્સો વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો હત્યાનો આ કિસ્સો સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામ માંથી સામે આવી રહ્યો છે જ્યાં ત્રણ લોકોની કરપીણ હત્યા થઇ હતી જેમાં પિતા હમીર મેમકીયા (ઉ.વ.75), પુત્ર ધર્મેન્દ્રભાઇ હમીરભાઇ મેમકીયા (ઉ.વ.30 એસ.ટી.ડ્રાઇવર) અને પુત્રવધુ દક્ષાબેન ધર્મન્દ્ર મેમકીયાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પરિવારના બાળકો નોધારા બકન્યા હતા. ઘટનાની જાણ પરિવારના અન્ય સબ્યોને થતા તેમના પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. આમ આ ઘટનાની જાણ વઢવાણ, જોરાવરનગરનો પોલીસને થતા તરતજ પોલીસનોકાફલો ઘટના સ્થળે પહોચી આગળની તપાસ હાથ ધરી હતી.
આમ જે બાદ આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે આરોપી અગો જીડીયાને દબોચી લીધા બાદ તેની પૂછપરછ કરતા પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર પાસે ચાલવાની બાબતમા આ લોહિયાળ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. જો તમને આ સમગ્ર ઘટના વિગતે જણાવીએ તો લોહિયાળ ઘટનાને અંજામ આપનાર આરોપી અગો જીડીયા થોડા સમય પહેલા એકલો રહેવા આવ્યો હતો જે મોરવડ ગામનો હોવાનો અને થોડા સમયથી ફુલગ્રામ ગામે રહતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આમ આ દરમિયાન દંપતી બાઈક લઈને પસાર રહ્યું હતું તે સમયે અગો રસ્તા પરથી નીકળ્યો હતો અને તમને કઈ ખબર નથી પડતી હું નીકળુ છુ તેવી કહીને બબાલ કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ જય બાઈક સવાર દંપતીને ગળે છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં ઇજાગ્રસ્ત ત્રણેયના મોત નિપજયા હતા. હત્યાની આ ધ્રુજાવી દેતી ઘટના બાદ સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો