દુઃખીયાં ના દાતાર મોરારી બાપુ એ લઠ્ઠાકાંડ માં અવસાન પામેલા પરિવારના લોકોને કરી સહાય…જેમાં મોરારી બાપુએ આપ્યા રૂપિયા….
તાજેતરમાં જ બહુ જ મોટી જાનહાનિ થઈ ગઈ છે જેમાં લોકોની ખોટા વ્યસનની આદતના કારણે તેમના જીવ ગુમાવી દીધા છે અને સાથે તેમના પરિવારને પણ દુઃખના કૂવામાં ધકેલી દીધા છે. હાલમાં જ એક લઠ્ઠાકાંડ બન્યો છે જેનો ભોગ બનેલા ૫૭ મૃતકોના પરિવારને મોરારી બાપુ દ્વારા સહાય આપવામાં આવી રહી છે અને પરિવારને થોડી આર્થિક મદદ કરી રહ્યા છે.સાથે જ સંવેદના વ્યક્ત કરી હતી અને મોરારી બાપુ દ્વારા રાહત રાશિ આપવામાં આવી હતી.
થોડા દિવસો પહેલાં જ બોટાદ અને અમદાવાદમાં લોકો મોટા પ્રમાણમાં મૃત્યુ પામી રહ્યા હતા. જેનું કારણ હતું લઠ્ઠાકાંડ.જેમાં આ વ્યસનનો ભોગ બનનાર આશરે ૫૭ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા.અને દુઃખદ અવસાન પામયા હતા.અને સાથે તેમાંના અનેક લોકો તો ગંભીર ઈજાગ્રસ્ત માં પણ જોવા મળ્યાં હતા.આવા વ્યસને અનેક લોકોનો જીવ લીધો હતો.જેમાં ઘણા લોકોએ પોતાના ઘરના મોભી ગુમાવ્યા હતા તો ઘણા યુવાનો પણ આ ઘટનાનો શિકાર બન્યા હતા.જેનાથી દરેક મૃતક પરિવારના ઘરે ચિચ્યારીઓ જોવા મળી હતી.
અને આમ ઘરના મોભીનું જ અવસાન થતાં પરિવાર આર્થિક રીતે પણ તુટી ગયેલો જોવા મળયો હતો.એક વ્યસનના કારણે અનેક લોકોએ પોતાનો જીવ તો ગુમાવ્યો જ પરંતુ સાથે તેમના પરિવારના લોકોને પણ દુઃખના કૂવામાં ધકેલી દીધા હતા.આ ઘટના બહુ જ નિંદનીય હતી.પરિવારના એક વ્યક્તિ જો ખોટા માર્ગે કે વ્યસને ચડી જાય તો તેની પાછળ આખા પરિવારે ભોગવવું પડતું હોય છે.જે વાત આ ઘટના થી જોવા મળે છે.
આ ઘટનામાં બિચારા પરિવારના માસૂમ લોકોનો સુ વાંક? આથી દુઃખીયાં ને હિંમત આપતા પુ. મોરારી બાપુએ આ તમામ લઠ્ઠાકાંડ નો ભોગ બનેલા અને માર્યા ગયેલા વ્યક્તિના પરિવારના લોકોને સહાનુભૂતિ દાખવી હતી અને પ્રત્યેક મૃતકના પરિવારને ૫-૫ હાજર રૂપિયાની તત્કાલ સહાય પહોચાડવા જણાવ્યું હતું.આ રાશિ ચિત્રકૂટ ધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ રૂપિયા ૨ લાખ ૫૦ હજારથી વધુ રકમની સહાય રૂબરુ પહોંચાવામાં આવશે.તથા મોરારી બાપુએ આ કરૂણ ઘટના ને કારણે નિસહાય બનેલા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.