અંબાજી જતા શ્રદ્ધાળુને નડેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોની મદદે આવ્યા મોરારીબાપૂ! દરેક મૃતક ના પરીવાડજનોને…

વાત કરીએ તો હાલમાંજ જે ગોઝારું અકસ્માત અરવલ્લીમાં એક કાર ચાલકે અંબાજી પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને કચડી નાખ્યા હતા. આ ભયંકર અકસ્માતમાં સાત લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હવે ડ્રાઈવરે ખુલાસો કર્યો છે કે કેવી રીતે આ અકસ્માત સર્જાયો હતો. એ 20 કલાક ભારે પડી ગયા અને જેના કારણે 7 લોકો કાળનો કોળિયો બની ગયા. જે બાદ તેમના મૃત્યુ પામેલા યાત્રાળુંઓની વ્હારે મોરારીબાપુ, પરિવારજનોને 30 હજારની સહાય કરી છે.

તમને જણાવીએ તો ભાદરવી પૂનમના મેળામાં પ્રતિવર્ષ સેંકડો લોકો માઁ અંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માઁના દર્શન કરવા ગયા છે ત્યારે અરવલ્લીના માલપુર નજીક રસ્તે જતા દાહોદ અને પંચમહાલ જિલ્લાના પદયાત્રીઓને એક ઇનોવા ગાડીએ હડફેટે લીધા, જેમાં છ પદયાત્રીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ દુઃખદ ઘટનામાં અન્ય યાત્રીઓ ઘાયલ પણ થયા છે.

આ ઘટનામાં જીવ ગુમાવનાર છ પદયાત્રીઓને પૂજ્ય મોરારીબાપુ તરફથી શ્રીહનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજારની સહાય મોકલવામાં આવી રહી છે. કુલ 30 હજાર રૂપિયાની આ રકમ અમદાવાદ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે. આ ઘટનામાં પ્રાણ ગુમાવનારાઓના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે અને મૃતકના પરિવારજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે.

આમ આ ઘટના અંગે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, અકસ્માત સર્જનારા ડ્રાઈવરે જણાવ્યું હતું કે, તે સતત 20 કલાકથી કાર ચલાવી રહ્યો હતો. તે પૂણેથી ઉદયપુર જઈ રહ્યો હતો. પૂરતી ઊંઘ અને આરામ ન કરતા તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવ્યો હતો. જે બાદ આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. કાર પિલ્લર સાથે ટકરાઈ અને પદયાત્રીઓને કચડી નાખ્યા હતા. જે બાદ 7 લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીમાં બનેલી ગોઝારી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, “અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય આપશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *