મોરબી : ૨૩ વર્ષની પરિણીતાએ કરવાચોથના દિવસે જીવન ટૂંકાવ્યું ! કારણ જાણી ચોંકી જશો કે પતિએ…

હાલમાં આધુનિક સમયમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જે આપણને આશ્ચર્ય માં મુકી દેતા હોય છે અને ઘણા કિસ્સા તો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે.હાલમાં કરવાચોથનો તહેવાર ગયો કે જ્યાં અનેક પત્નીઓએ પોતાના પતિની લાંબી ઉંમર માટે આ વ્રત કરતી હોય છે અને આમ બંને પતિ પત્ની પોતાની વચ્ચેના પ્રેમને રજૂ કરતાં હોય છે.ત્યારે આવા મધુર પતિ પત્નીના પ્રેમને વધુ મજબૂત બનાવતા કરવા ચોથના દિવસે એક પરિણીતાએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટના મોરબીની છે કે જ્યાં પરણીત મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી અને સામે આવ્યું છે કે આ મહિલાએ પણ પોતાના પતિ માટે લાંબી ઉંમરની કામના કરવા માટે વ્રત રાખ્યું હતું પરંતુ તે મહિલાએ આ પગલુ ભર્યા પાછળનું એવું કારણ સામે આવ્યું છે જે સાંભળીને દરેક લોકો ચોંકી જાય છે.મોરબીમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે અને આ પાછળનું કારણ એવું ચોંકાવનારું છે કે તમારી રૂહ કંપી ઉઠસે.મોરબીની પરણિતાએ કરવાચોથ ના દિવસે જ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યુ છે.જેની પાછળ તપાસ કરતા જાણવા મળ્યું.

મોરબીના રંગપર ગામે રહેતી ૨૩ વર્ષ ધરાવતી પરણીત મહિલા કે જેનું નામ આરતીબા જયદીપસિંહ ઝાલા છે.તેને નાની એવું વાતનું ખોટું લાગી આવતા મોતને ગળે લગાડ્યું છે.કરવાચોથ ના દિવસે પતિએ પત્નીને ઘરે આવવામાં થોડું મોડું થશે એમ જણાવ્યું હતું અને આ કારણને લીધે પત્નીએ આ પગલું ભર્યું હોવાનો ખુલાસો થયો હતો. સામાન્ય રીતે કરવાચોથના દીવસે પત્ની વ્રત રાખે છે અને પતિ રાત્રે ચાંદને જોઈને પત્નીનું આ વ્રત પાણીથી પૂરું કરાવતા હોય છે.પરંતુ પતિને કામ હોવાથી ઘરે મોડું આવવાની વાત નું ખોટું લાગી આવતા પત્નીએ આ પગલું ભરીને મોતને ભેટ્યું હતું.

કરવા ચોથના પતિ પત્ની બંને આ વ્રત એકબીજાના પ્રેમને દ્રશાવવા માટે રહેતા હોય છે અને પત્ની પતિના લાંબા આયુષ્ય માટે આ વાત રહે છે અને રાત્રે તેના હાથથી પાણી પી ને વ્રત પૂરું કરતી હોય છે ત્યારે પતિએ રાત્રે આવવામાં મોડું થશે એટલું જ કહ્યું હતું અને તે વાત પત્નીને મનમાં લાગી આવતા તેને આટલું મોટું પગલું ભર્યું હતું અને મોતને ભેટી ગઈ.આમ નાની વાતનું ખોટું લગાડીને પરણિતાએ આવું ગંભીર પગલું ભરી લેતા ચકચાર મચી ગયો હતો.પતિ ઘરે આવે તે પહેલાં જ પત્નીએ આ પગલું ભરીને વ્રત ખોલ્યા વિના ભગવાનને પ્યારી થઈ ગઈ હતી.હાલમાં તો આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે અને સાથે આ પગલું ભર્યા પાછળનું બીજી કોઈ કારણ તો નથી ને તે અંગે તપાસ કરી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *