પાલનપુર ગઠામણ પાટિયા પાસે કાળમુખા ટેન્કરે ટક્કર મારતા એક્ટિવા પર સવાર માતા પુત્રના ઘટના સ્થળેજ મોત… ઘટના CCTV માં કેદ

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

મિત્રો વાત કરીએ તો આ ગંભીર ઘટના પાલનપુરના ગઠામણ પાટિયા પાસેથી સામે આવી રહી છે જ્યાં એક્ટિવા સવાર માતા-પુત્રને ટેન્કરે પાછળથી ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત થયા. બન્યું એવુ કે પુત્રને સ્કૂલેથી લઈ માતા ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ ટ્રકચાલકે પાછળથી ટક્કર મારતા માતા-પુત્રના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. હચમચાવી નાખતા અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી.

પાલનપુરના ગઠામણ પાટિયા પાસે જે અકસ્માતની ઘટના બની છે તેમાં માતા-પુત્રના મોત નિપજ્યા છે. પુત્રને સ્કૂલેથી તેડી માતા એક્ટિવા પર સવાર થઈ ઘરે જઈ રહ્યા હતા. આ સમયે ગઠામણ પાટિયા પર પાછળથી આવેલા કાળમુખા ટેન્કરે ટક્કર મારતા માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.

તેમજ આ ગંભીર અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. એક્ટિવા સવાર માતા-પુત્ર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવી રહેલા ટેન્કર ચાલકે બેદરકારીભર્યું ડ્રાઈવીંગ કરી એક્ટિવાને ટક્કર મારી હતી. જેના કારણે માતા-પુત્ર નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ઘટનાસ્થળ પર દોડી આવેલા પરિવારજનો આક્રંદ કરતા જોવા મળ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.