સાંસદ સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડો એ પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો ! કારણ કે..

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક કમાન્ડોનો આપઘાત, પોતાની જ સર્વિસ રિવોલ્વર લમણે મૂકી ગોળી ધરબી.

વાત જરૂએ તો આ ઘટના મોરબીમાંથી સામે આવી રહી છે જ્યાં માળીયાના મોટા દહીસરા ગામે રહેતા અને હાલમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા એસઆરપી જવાને પોતાની સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી ઘરબી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પોલીસની તપાસમાં એસઆરપી જવાને બિમારીથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.

આમ જાણવા મળતી વિગત મુજબ, માળીયા મોટા દહીંસરા ગામે રહેતા અને એસઆરપી ગ્રુપ-13ની કેડરના તેમજ હાલ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા 46 વર્ષીય અશ્વિન રાયધનભાઈ બાલાસરા નામના એસઆરપી જવાને લમણે ગોળી મારી આપઘાત કર્યો છે. આજે તેણે માળીયાના મોટા દહીંસરા ગામે આવેલા ઘરે પોતાની સર્વિસ રિવોલ્વરને લમણે તાકી ટ્રિગર દબાવી મગજમાં ગોળી ધરબી દીધી હતી. અને આ બનાવની જાણ થતાં પરિવારજનો તેના રૂમમાં દોડી ગયા હતા. અને પુત્રની લોહીથી લથબથ લાશ જોઈને માતા-પિતા સહિત પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બાદમાં બનાવની જાણ કરાતા માળીયા પીએસઆઇ બી.ડી. જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને લાશ તેમજ સર્વિસ રિવોલ્વર સહિત ઘટનાસ્થળનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરી લાશને પોસ્ટમોર્ટમમાં ખસેડી પરિવારજનોની પૂછપરછ કરી હતી.

માળીયા પીએસઆઇ બી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, મૃતક SRP જવાન હતા. તેમના પરિવારજનોની પૂછપરછ કરતા માલુમ પડ્યું છે કે, મૃતક એસઆરપી જવાનને ફેફસાની બીમારી હતી અને આ બીમારીથી કંટાળીને સર્વિસ રિવોલ્વરથી જાતે જ ગોળી ધરબીને આપઘાત કરી લીધો હતો. મૃતકને સંતાનમાં બે દીકરા હોવાનું જાણવા મળ્યું છે. બીમારીથી કંટાળીને યુવાને આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.