મુકેશ અંબાણી અને નીતા અંબાણી રહે છે ઍનટાલીયાના 27 માં ફ્લૉરે ! કારણ છે ખુબ રસપ્રદ… જાણો
આજના સમયમાં અંબાણી પરિવારને ભારતમાં કોણ નથી જાણતું જે ખુબજ અમીર છે અને એશિયામાં પ્રથમ સ્થાને તેમની ગણતરી થાઈ છે અંબાણી પરિવારની ભારતમાજ નહિ બલકે પુરા વિશ્વમાં તેની ચર્ચા થાય છે જેનું શ્રેય ધીરુભાઈ અંબાણી ને જાય છે જેણે શૂન્ય થી લઇ આજે અબજોની સંપત્તિ ભેગી કરી છે તે અનેક માટે પ્રરણારૂપ છે આજે અંબાણી પરિવાર ખુબજ પૈસા કમાઈ છે. તેમજ તેમના માટે દુનિયામાં એવું કંઇ નથી જે તેઓ ખરીદી ન શકે.આજે અમે વાત કરીશું કે નીતા અને મુકેશ અંબાણી એન્ટિલિયાના 27માં ફ્લોર કેમ રહે છે? આવો આજે તમને કારણ જણાવીએ.
તમને વાત કરીએ તો એન્ટિલિયામાં મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી, દીકરા આકાશ અંબાણી, વહુ શ્લોક મહેતા અને નાના દીકરા અનંત અંબાણી સાથે રહે છે. આ લંડનમાં બંકિઘમ પેલેસ પછી દુનિયાનું સૌથી મોંઘું ઘર છે. મુકેશ અંબાણીના આ આલીશાન બંગ્લોની કિંમત હજારો કરોડ રૂપિયા છે. આમ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પોતાના પરિવાર સાથે એન્ટિલિયાના 27માં માળ પર રહે છે. તમને એવું થતું હશે કે, કેમ મુકેશ અંબાણી પરિવાર સાથે 27માં ફ્લોર પર રહે છે? આ પાછળ એક રસપ્રદ કારણ છે.
આમ આ આ સાથેજ જણાવીએ તો એક રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમે 27માં માળ પર કેમ રહો છો? જેના જવાબમાં નીતા અંબાણીએ કહ્યું કે, 27માં માળે રહેવાનું સૌથી મોટું કારણ સૂર્યપ્રકાશ હતો. નીતા અંબાણી ઈચ્છતા હતા કે તેમનો પરિવાર જ્યાં પણ રહે ત્યાં રૂમમાં સૂર્યના કિરણો આવે. આ કારણે નીતા અંબાણી 27માં ફ્લોર પર રહે છે.
27માં માળ પર એટલી સુરક્ષા છે કે ત્યાં માત્ર અંબાણી પરિવારની નજીકના લોકોને જવાની જ મંજૂરી છે. અંબાણી પરિવારની કોઈ પણ વ્યક્તિ સેલિબ્રિટી કરતા ઓછી નથી અને તે ખૂબ જ રોયલ જીંદગી જીવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, એન્ટેલિયામાં અંબાણી પરિવારની સેવા માટે 600 લોકો કામ કરે છે. આમ એન્ટિલિયામાં કામ કરતા દરેક લોકોને જબરદસ્ત પગાર મળે છે. એના પરથી કહી શકાય કે અંબાણી મેન્સન કામ કરતા સ્ટાફના બાળકો અમેરિકામાં સ્ટડી કરી રહ્યા છે. તેમજ એક રિપોર્ટ મુજબ નીતા અંબાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમના સ્ટાફનો પગાર કેટલો છે. તો તેમણે કહ્યું કે દરેક સ્ટાફને તેમની કાર્યક્ષમતા મુજબ પગાર આપવામાં આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.