મુકેશ અંબાણી એ દુબઈ મા ખરીદ્યો વધુ એક આલીશાન વિલા ! હવે એક નહી બે ઘર….જાણો વિગતે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં જ નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.તેઓ મુંબઈના સૌથી આલીશાન અને મોંઘા ૨૭ માળ ના એક બંગલા ‘ એન્ટિલિયા ‘ માં રહે છે.તેઓ મોંઘી સંપતિ ખરીદવા માટે જાણીતા છે .

હાલમાં જ તેઓએ દુબઈમાં એક મોટો ભવ્ય વિલા ખરીદયો છે.આ પહેલા પણ તેમને ૮૦ મિલિયન ડોલર નો એક વિલા ખરીદ્યો હતો અને આ વિલા ખરીદીને તેઓ દુબઈ માં ૨ વિલા ના માલિક બન્યા છે.હાલમાં ખરીદેલ વિલા પણ બિચની નજીક જ આવેલો છે. થોડા જ મહિના ની અંદર તેઓએ રેકોડ તોડીને બીજો આલિશાન વિલા ખરીદયો છે.મુકેશ અંબાણીએ ગયા અઠવાડિયે કુવૈતના ઉદ્યોગપતિ મોહમ્મદ અલ્શાયાના ફેમિલી પાસેથી 16.3 કરોડ ડોલરમાં પામ જુમૈરા મેન્શનની ખરીદી કરી હતી સૂત્રોએ આ માહીતી નામ જાહેર ના કરવાની શરતો પર આપી હતી.

અલ્શાયાના પરિવાર પાસે સ્ટારબક્સ, H&M, વિક્ટોરિયાઝ સિક્રેટ જેવી ટોચની રિટેલ બ્રાન્ડ્સની લોકલ ફ્રેન્ચાઈઝી છે. મુકેશ અંબાણી ૮૪ અબજ ની સંપતિના માલિક છે અને તેઓ બહુ જ મોંઘી પ્રોપટીઓ ખરીદવાનું પસંદ કરે છે.તેમને વિદેશોમાં પણ સેકન્ડ હોમ તરીકે અનેક મિલકતો ખરીદી છે.ગયા વર્ષે તેમને યુકેના સૌથી મોધો ગણાતો સ્ટોક પાર્ક ખરીદ્યો હતો.આ સાથે જ તેઓ ન્યુયોર્ક માં પણ એક પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છે. મુકેશ અંબાણીએ દુબઈમાં જે પ્રોપર્ટી અગાઉ ખરીદી હતી તે ડીલ દુબઈની સૌથી મોટી રિયલ્ટી ડીલ હતી.

અને ત્યારપછી હવે 82.4 મિલિયન ડોલરમાં પામ આઇલેન્ડ પર ભવ્ય વિલાનો સોદો થયો છે.દુબઈના આ વિસ્તારમાં મોટા અરબપતિઓ અને ઉધોગપતિઓ વસવાટ કરે છે.દુબઈના રિયલ એસ્ટેટ નું મૂલ્ય હાલમાં એટલું વધ્યું છે કે સમગ્ર ઇકોનોમિક માં તેનો ૩૩ % ભાગ છે.સાત વર્ષ પછી દુબઈના અર્થતંત્ર પર રિકવરી જોવા મળી છે અને રિયલ એસ્ટેટ ના ભાવ પણ ઉછળ્યા છે.આ સાથે જ દુબઈ ઉદ્યોગકારોને મોકળા મને આવકારી રહ્યું છે.દુબઈની ૮૦% વસ્તી વિદેશીઓની છે.છેલ્લા એક વર્ષથી દુબઈની પ્રોપતીના ભાવમાં ૭૦% નો વધારો થયો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *