મુકેશ અંબાણી પણ આવો જન્મ દિવસના ઉજવી શકે ! અમરેલીના આ યુવાને નિરાધાર બાળકોને કરાવી હવાઇ મુસાફરી…જુઓ આ ખાસ તસવીરો
મિત્રો વાત કરીએ તો આપણા બધાના જીવનમાં દર વર્ષે એકના એક દીવસ જન્મદિવસ તો અવતોજ હોઈ છે. તો વાળો કોઈપણ વ્યક્તિ પોતાનો જન્મદિવસ હોઈ ત્યારે બર્થ ડે પાર્ટી દ્વારા તેની ઉજવણી થતી હોઈ છે. પરંતુ અમરેલીના એક યુવાને પોતાનો જન્મ દિવસ કઈંક એવી રીતે ઉજવ્યો કે, પોતાના માટે નહિ પણ અન્ય લોકો માટે પણ યાદગાર બની રહ્યો. આવો તમને આ અનોખા જન્મદિવસની ઉજવણી વિશે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો અમરેલીના એક યુવાન કે જે ત્યાં આવેલી ડો. ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા જય કાથરેટિયાએ પોતાના જન્મ દિવસની ઉજવણી નિરાધાર બાળકો સાથે ઉજવવાનું નક્કી કર્યું અને તે પણ એવી અનોખી રીતે કે ક્યારેય કોઈએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય. આમ આ પહેલા તમે ભાગ્યેજ આવા જન્મદિવસની ઉજવણી જોઈ હશે જેવું આ યુવાને કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે જણાવીએ તો કુલ સાત નિરાધાર બાળકો માટે જયે ચાર્ટર્ડ પ્લેન બુક કર્યું અને તેઓને હવાઈ મુસાફરી કરાવીને તેમનો દિવસ ખુબજ રોમાંચિત અને યાદગાર બનાવી દીધો. તો વળી આ બાળકો સાથે જયે પ્લેનમાં ૧૨૦૦૦ ફૂટ ઊંચાઈએ કેક કાપીને અનોખી ઉજવણી કરી હતી. પાર્ટીઓ પાછળ હજારો રૂપિયાના ખોટા ખર્ચા કરતા લોકો માટે જયે કરેલી આ ઉજવણી પ્રેરણારૂપ છે
આમ આ સાથે મહત્વનું એ પણ છે કે જય કાથરેટિયાનો આ જન્મ દિવસ ફડકટ તેના માટે નહિ પરંતુ આ સાત બાળકો માટે પણ ખુબજ યાદગાર બની ગયો છે. આ ઉજવણી બાબતે જણાવતા જયએ જણાવ્યું કે, આજથી ૨૫ વર્ષ પહેલા મારા માતા-પિતા આ શહેરની અંદર એક સામાન્ય છકડો રિક્ષામાં સામાન લઈને આવ્યા હતા.તેમના પ્રામાણિક પુરુષાર્થ અને આશિર્વાદને લીધે કુદરતની એવી કૃપા થઈ કે આજે હુ ચાર્ટર્ડ પ્લેન બુક કરવા સક્ષમ બન્યો છું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો