મુકેશ અંબાણીએ પોતાના સન્તાનોમા બિઝનેસની સોંપણી કરી!જાણો કોને કયો બિઝનેસ ભાગમાં આવ્યો….

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી વીસ વર્ષથી ભારતની સૌથી મોટી લિસ્ટેડ કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાન સંભાળી રહ્યાં છે. વર્ષ 2002માં પિતા ધીરૂભાઇ અંબાણીના નિધન બાદ ભારતના સૌથી મોટા કોર્પોરેટ હાઉસમાંથી એક રિલાયન્સ સમૂહની કમાન મુકેશ અંબાણીના હાથમાં આવી હતી. તેમના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કેટલીક મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી અને પારંપરિક વેપારથી રીટેલ તથા ટેલિકોમ જેવા સેક્ટરોમાં સારો એવો વિસ્તાર કર્યો છે. હવે મુકેશ અંબાણીની ઉંમર 65 વર્ષની થઇ ચૂકી છે, તેઓ હવે ત્રણેય સંતાનો વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કારોબારી સામ્રાજ્યને વહેંચવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છે.

વાત કરીએ તો મુકેશ અંબાણીએ સોમવારે કંપનીની 45મી વાર્ષિક સામાન્ય બેઠક એટલે કે, AGMને સંબોધિત કરતા ત્રણેય સંતાનો વચ્ચે જવાબદારીઓને વહેંચી દીધી છે. મોટા દીકરા આકાશ અંબાણીને પહેલેથી જ રિલાયન્સ જીઓની જવાબદારી આપી દીધી છે અને દીકરી ઇશાને રિલાયન્સ રિટેલનો કારોબાર સોંપ્યો છે. સંબોધનમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, નાના દીકરા અનંત અંબાણી રિલાયન્સના ન્યૂ એનર્જી બિઝનેસ પર ધ્યાન આપશે.આમ તેનાથી ચોખવટ થઇ ગઈ છે કે, રિલાયન્સ ગ્રુપના કારોબાર ડિજિટલ, રિટેલ અને એનર્જી કેટેગરીના હિસાબથી સેપરેટ હશે. મુકેશ અંબાણીએ મિટિંગમાં સંબોધન દરમિયાન નવી પેઢીના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, નવી પેઢી વિશ્વાસની સાથે કંપનીની કમાન પોતાના હાથોમાં લઇ રહી છે. તેમણે કહ્યું કે, આકાશ અને ઇશાને ક્રમશઃ જીઓ અને રિટેલ બિઝનેસમાં લીડરશીપ રોલ મળી ચૂક્યો છે. બંને શરૂઆતથી જ અમારા કન્ઝ્યુમર બિઝનેસમાં ઉત્સાહ સાથે લાગી ગયા છે. અનંતે પણ ઉત્સાહ સાથે ન્યૂ એનર્જી બિઝનેસને જોઇન કરી લીધો છે. ત્યાં સુધી કે, તે વધારે સમય જામનગરમાં જ વીતાવે છે. ત્રણેએ મારા પિતાના વિચારોને આત્મસાર કરી લીધા છે.

ndtv.com

આમ આકાશ અંબાણીને જૂન મહિનામાં જિઓ પ્લેટફોર્મ્સ લિમિટેડની સબ્સિડિયરી રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન બનાવવામાં આવ્યા હતાં. કાલે મિટિંગમાં મુકેશ અંબાણીએ ઇશા અને અનંતની ભૂમિકાઓને લઇને ઇશારો તે કર્યો, પણ તેમને શું રોલ મળ્યા છે, એ વિશે ઓફિશિયલી કોઇ ખબર મળી નથી. મુકેશ અંબાણીની વાત કરીએ તો તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે જ જિઓ પ્લેટફોર્મ્સના ચેરમેન પણ બન્યા છે. તે સિવાય હાલ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને પણ તે પોતે જ લીડ કરશે. જોકે, આકાશ અને ઇશા બંને ઓક્ટોબર 2014થી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અને જિઓ પ્લેટફોર્મ્સના બોર્ડનો હિસ્સો છે.

આમ આ સાથે મુકેશ અંબાણી અને બોર્ડના ડાયરેક્ટર્સ સહિત સીનિયર લીડર્સ રોજ મેન્ટર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રિલાયન્સ ભારત અને આખી દુનિયાથી ઉચ્ચની પ્રતિભાઓને સાથે જોડવા પર ફોકસ કરી રહ્યું છે. રિલાયન્સમાં તેમને કામ કરવા માટે શાનદાર માહોલ મળશે. હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે 60 દેશોના લોકો કામ કરી રહ્યા છે. આ એક એવું સમૂહ છે, જે સમયની સાથે વધુ મોટું થતું જશે. મુકેશ અંબાણીએ એ પણ કહ્યું કે, નવી પેઢી પિતા ધીરુભાઇ અંબાણીની યાદ અપાવે છે.

તેમજ AGMમાં મહત્ત્વના એલાનની જવાબદારી પણ આકાશ અને ઇશાને સોંપવામાં આવી. આકાશે રિલાયન્સ જિઓ અને 5G અલ્ટ્રા હાઇ ફાઇબર લાઇક સ્પીડ સર્વિસ વગેરેની જાણકારી આપી. તેમણે કહ્યું કે, આ સર્વિસ એગ્રીકલ્ચર, હેલ્થકેર અને એજ્યુકેશનના ક્ષેત્રોમાં લાખો લોકોનું જીવન સારું બનાવશે. તેમણે કહ્યું કે, હજુ 80 કરોડ કનેક્ટેડ ઇન્ટરનેટ ડિવાઇસીઝ છે. 5G આવવાથી વર્ષ ભરમાં તેમની સંખ્યા વધીને 1.5 અબજની પાર નીકળી જશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *