મુકેશ અંબાણી બદ્રીનાથ કેદારનાથ ધામમાં દર્શન કરવા પહોચ્યા અને એક સામાન્ય વ્યક્તિની જેમ દર્શન કર્યા અને સાથે 5 કરોડનું….
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેનને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.હાલમાં ખબર આવી રહી છે કે રિલાઇન્સ ઈન્ડસ્ટ્રી ના ચેરમેન મુકેશ અંબાણિ ગુરુવારના રોજ ઉતરાખંડના બદ્રીનાથ અને કેદારનાથ મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુકેશ અંબાણિ બદ્રિ વિશાલના વિશેષ દર્શન કરવા માટે બદ્રીનાથ ધામ પહોચ્યા હતા.
અને ત્યાં તેમણે ભગવાનની પુજા અર્ચના કરી હતી અને સુખ સમૃધ્ધિ માટે પ્રાથના કરી હતી, ત્યાર પછી તેઓ કેદારનાથ ધામમાં દર્શન કરવા પહોચ્યા હતા જ્યાં તે મંદિરના સંચાલકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને ભગવાનના શૃંગારમાં ઉપયોગ માં લેવામાં આવતી તુલસીની માળા મુકેશ અંબાણીને ભેટમાં આપી હતી. બદ્રીનાથ મંદિરમાં પહોચ્યા પછી મુકેશ અંબાણીએ એક સામાન્ય વ્યક્તિની જેમ ભગવાન બદ્રિ વિશાલના દર્શન કર્યા હતા અને મંદિરના ગર્ભગૃહમાં થોડો સમય ધ્યાન ધર્યું હતું.
આ સાથે જ મુકેશ અંબાણીએ મંદિરમાં 5 કરોડનું દાન પણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણિ ભગવાન બદ્રિ વિશાલમાં બહુ જ શ્રધ્ધા ધરાવે છે અને આથી તેઓ દર વર્ષે અહિ દર્શન કરવા બદ્રીનાથ ધામ આવે છે. અગાઉ પણ તેઓ ગત માહિનામાં દર્શન કરવા આવવાના હતા પરંતુ હવામાન ખરાબ હોવાના કારણે આ યાત્રા રદ કરવી પડી હતી. તેઓ ગયા મહિને પરિવારની સાથે દહેરાદૂન જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર ગ્યાં હતા
પરંતુ ત્યાં પણ હવામાન ખરાબ હોવાના કારણે ભગવાન ના દર્શન થઈ સકયા નહોતા. આ સાથે જ તેઓ આંધ્રપ્રદેશ તિરુપતિ મંદિરે દર્શન કરવા પણ ગયા હતા અને ત્યાં ભગવાન વેંકટેશ્વર ના ધામમાં 1.5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેઓ 12 સપ્ટેમ્બર ના રોજ મુકેશ અંબાણિ નાથ્દ્વારાના શ્રીનાથજી મંદિરે દર્શન કરવા ગ્યાં હતા આ સાથે તમને જણાવી દઈએ કે અંબાણી પરિવાર રાજસ્થાનના ઉદયપુર નજીક આવેલા નાથદ્વારા માં અપાર શર્ધ્ધા ધરાવે છે.