ન્યુયોર્ક શહેરની આ આલીશાન હોટલને ખરીદશે મુકેશ અંબાણી ! તસ્વીર જોઈ મહેલોને પણ ભૂલી જશો…જુઓ તસ્વીરો
આજના સમયમાં અંબાણી પરિવારને ભારતમાં કોણ નથી જાણતું જે ખુબજ અમીર છે અને એશિયામાં પ્રથમ સ્થાને તેમની ગણતરી થાઈ છે અંબાણી પરિવારની ભારતમાજ નહિ બલકે પુરા વિશ્વમાં તેની ચર્ચા થાય છે જેનું શ્રેય ધીરુભાઈ અંબાણી ને જાય છે જેણે શૂન્ય થી લઇ આજે અબજોની સંપત્તિ ભેગી કરી છે તે અનેક માટે પ્રરણારૂપ છે આજે અંબાણી પરિવાર ખુબજ પૈસા કમાઈ છે. તેમજ તેમના માટે દુનિયામાં એવું કંઇ નથી જે તેઓ ખરીદી ન શકે. મુકેશ અંબાણી ઘણી લક્ઝરી કારોના માલિક છે. તેવીજ રીતે હાલમાંજ મુકેશ અંબાણીને લઈને એક સમાચાર સામે આવી રહયા છે જેમાં તેઓએ ખુબજ આલીશાન હોટલ ખરીદી છે. એવો તમને આ આલીશાન હોટલની વિષે વિગતે જણાવીએ.
જો વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી લક્ઝુરિયસ રિયલ એસ્ટેટમાં ખુબજ રસ ધરાવે છે. તેવામાં અમે જે હોટેલની વાત કરી રહ્યા છીએ તેને મુકેશ અંબાણીની કંપની ન્યૂયોર્કના પ્રીમિયમ લક્ઝરી હોટલ Mandarin Orientalને ખરીદવાની તૈયારી કરી રહી છે. આ પ્રોપર્ટી ભલે ઈતિહાસમાં સ્ટોક પાર્કથી મુકાબલો કરી શકો નથી પરંતુ લક્ઝરીના મામલે આ બહુ જ ખાસ છે. આ ફક્ત દુનિયાની સૌથી મોંઘી હોટલોમાંથી એક નથી પંરતુ ઘણા હોલિવૂડ સેલેબ્સની પહેલી પસંદગી હોટલ પણ છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટીઝ આ સોદો લગભગ 9.81 કરોડ ડોલર (લગભગ 728 કરોડ રૂપિયા)માં કરવા જઈ રહી છે. શેર બજારને આપેલી માહિતીમાં રિલાયન્સે કોલંબસ સેન્ટ્રલ કોર્પોરેશન સાથે હોટેલને ખરીદવા માટે કરાર કર્યા હોવાની જાણકારી આપી હતી. એક જ વર્ષમાં રિલાયન્સે આ બીજી હોટેલ ખરીદી છે.
તેમજ જો વાત જો વાત કરવામાં આવે તો વિદેશી અભિનેતા અને અભિનેત્રીઓને આ હોટેલને ખૂબજ પસંદ પણ કરી રહયા છે. આ સાથે આ હોટેલ હડસન નદીના રીવ્યુ માટે ખુબજ ફેમસ પણ છે વધુમાં જણાવીએ તો આ હોટેલ એક મોટી બિલ્ડિંગમાં આવેલી છે તેમજ તેનો વિસ્તાર 35 થિ 4 ફ્લોર સુધીનો છે આ હોટેલ વર્ષ 2003માં બનીને તૈયાર થઇ હતી. આ હોટેલમાં કુલ 248 રૂમ અને સ્યુટ્સ છે તેમજ જો તમારે આ હોટેલના રૂમમાં રોકાવું હોઈ તો એક દિવસના ઓછામાં ઓછા 55000 રૂપિયા ખર્ચ કરવા પડશે. તેમજ આ હોટેલનો સૌથી સસ્તો રૂમ કે જેનું કુલ 748 ડોલર રોજનુ ભાડું છે
તેમજ આ સાથે જો તમને આ હોટેલના ORIENTAL SUITEનું ભાડું સાંભળીને તમારા હોંશ ઉડી જશે એ નક્કી. તેમાં એક રાત વિતાવવા માટે 14 હજાર ડોલર એટલે 10 લાખ રૂપિયાથી પણ વધારે છે. હોટલમાં આનાથી પણ વધારે લક્ઝરી ઓપ્શન છે. 53માં ફ્લોર પર Presidential Suite અને Suite 5000નું ભાડું તેનાથી પણ બહુ વધારે છે. અહીંનો સ્પા એ મેનહટનમાં માત્ર બે ફોર્બ્સ ફાઇવ-સ્ટાર સ્પામાંનો એક છે (બીજો પેનિન્સુલા ન્યૂયોર્ક સ્પા છે) તે હોટેલના 35મા અને 36મા માળે છે. આ સ્પા 14,500 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ હોટલના 64મા માળે 64 જેટલી અલગ રેસિડેન્સી છે, જે આલિશાન બંગલા જેવો અનુભવ આપે છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.