મુકેશ અંબાણી થનાર પુત્રવધુ રાધિકા મર્ચન્ટ સાથે પહોંચ્યા શ્રીનાથજીના દર્શને, જુઓ અદભુત તસવીરો

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી શ્રીનાથજીમાં ઘણી જ આસ્થા ધરાવે છે. મુકેશ અંબાણીએ તાજેતરમાં નાથાદ્વારામાં શ્રીનાથજીના દર્શન કર્યા હતા. ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીથી શરૂ કરીને સમગ્ર અંબાણી પરિવાર ભગવાન શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તેઓ પુષ્ટી માર્ગના અનુયાયી છે. તેથી જ મુકેશ અંબાણીએ પોતાની પુત્રી ઈશાના લગ્નની શરૂઆત શ્રીનાથજીની મહાઆરતી સાથે કરી હતી. તેમના પત્ની નીતા અંબાણીએ મધુરાષ્ટકમ પર નૃત્ય કર્યું હતું. અંબાણી પરિવાર કોઈ પણ મોટા કાર્યની શરૂઆત પહેલા નાથદ્વારા આવીને ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ મેળવે છે.

તિલકાયત મહારાજે જણાવ્યું હતું કે, ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને મુકેશ અંબાણીના પરિવારે પણ આ વારસો જાળવી રાખ્યો છે. તેઓ પુષ્ટી માર્ગને અનુસરી રહ્યા છે. મુકેશ અંબાણી અને રાધિકાએ શ્રીનાથજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. તેમણે તે પણ કહ્યું હતું કે અંબાણી પરિવારની નવી પેઢી પણ શ્રીનાથજીમાં શ્રદ્ધા ધરાવે છે.

નોંધનીય છે કે અંબાણી પરિવારમાં કોઈ પણ નવું કાર્ય કરવાનું હોય તે પહેલા તેઓ શ્રીનાથજીના દર્શન લેવા માટે ચોક્કસથી નાથદ્વારા આવે છે. તેમણે પોતાની પુત્રી ઈશા અંબાણીના લગ્નની શરૂઆતમાં જ ભગવાન શ્રીનાથજીની મહાઆરતીથી કરી હતી. આ ઉપરાંત લગ્ન પહેલા પણ તેઓ શ્રીનાથજી આવ્યા હતા અને ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મુકેશ અંબાણીએ 12 સપ્ટેમ્બર 2022 ના રોજ શ્રીનાથજી મંદિરમાં આરાધ્ય ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા હતા અને ત્યાં પૂજા કરી હતી. મુકેશ અંબાણી જાડી સુરક્ષા વચ્ચે આ પ્રખ્યાત મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેની તસવીરો સામે આવી છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભિયાણીએ પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર મુકેશ અંબાણીની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેઓ શ્રીનાથજી મંદિરમાં જોવા મળે છે. પહેલા ફોટોમાં તે લાલ કપડામાં જોવા મળી રહ્યો છે અને બીજી તસવીરમાં મુકેશ અંબાણી સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. તે જ સમયે રાધિકા પિંક કલરના સૂટમાં જોવા મળી હતી. તે ચિત્રો અહીં જુઓ. જેમ તમે જાણોજ છો કે 28 જૂન 2022ના રોજ, મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે તેમણે ‘રિલાયન્સ જિયો’માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે અને તેમના મોટા પુત્ર આકાશ અંબાણીએ તેની જવાબદારી સંભાળી છે. મુકેશ અંબાણીએ ‘ટેલિકોમ યુનિટ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ’ની તમામ જવાબદારી નવા ચેરમેન આકાશ અંબાણીને સોંપી છે. થોડા સમય પહેલા તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ બિઝનેસની બાગડોર તેમની પુત્રી ઈશા અંબાણી પીરામલને સોંપી છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *