મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની શ્રીનાથજી ખાતે થઇ સગાઈ, ગુજરાતના આ મોટા બીઝનેમેનની દીકરી બની અંબાણી પરિવારની વહુ…જુઓ તસવીરો
આજના સમયમાં અંબાણી પરિવારને ભારતમાં કોણ નથી જાણતું જે ખુબજ અમીર છે અને એશિયામાં પ્રથમ સ્થાને તેમની ગણતરી થાઈ છે અંબાણી પરિવારની ભારતમાજ નહિ બલકે પુરા વિશ્વમાં તેની ચર્ચા થાય છે જેનું શ્રેય ધીરુભાઈ અંબાણી ને જાય છે જેણે શૂન્ય થી લઇ આજે અબજોની સંપત્તિ ભેગી કરી છે તે અનેક માટે પ્રરણારૂપ છે આજે અંબાણી પરિવાર ખુબજ પૈસા કમાઈ છે. તેમજ તેમના માટે દુનિયામાં એવું કંઇ નથી જે તેઓ ખરીદી ન શકે. તેમજ હાલ અંબાણી પરિવારને લઈને એક ખુબજ મોટા સમાચાર સામે આવી રહયા છે.
હાલ એવા સમાચાર સામે આવી રહયા છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંતે એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે સગાઈ કરી લીધી છે. રાજસ્થાનના શ્રીનાથજી ખાતે બંને પરિવારો અને નજીકના સંબંધીઓની હાજરીમાં રોકા વિધિ કરવામાં આવી હતી. અનંત અને રાધિકા બાળપણના મિત્રો છે. રિલાયન્સ ગ્રુપે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ અંગેની માહિતી આપી છે. જો વાત કરવામાં આવે તો આજે રાજસ્થાનના નાથદ્વારા ખાતેના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં કરવામાં આવી હતી અને મંદિરના પૂજારીઓએ કપલને આશીર્વાદ આપ્યા હતા.
આમ આ યુવા દંપતીએ તેમના આગામી લગ્ન જીવન માટે ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ મેળવવા મંદિરમાં દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજ-ભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો. પરિવાર અને મિત્રો સાથે મળીને આજનો ખુશીનો પ્રસંગ પછીથી ઉજવશે. મિત્રો જો તમને જણાવીએ તો અનંત અંબાણી અને રાધિકા થોડા વર્ષોથી એક બીજાને ઓળખે છે તેમજ આજના આ સમારંભ આગામી મહિનાઓમાં તેમના લગ્નની ઓપચારિક યાત્રા શરુ થશે. આમ બંને પરિવારોએ રાધિકા અને અનંત માટે આશીર્વાદ અને શુભકામનાઓ આપી છે. જેથી તેમના જીવનની એક નવી યાત્રા ખુબજ ખુશીઓથી પસાર થાય.
તેમજ જો વાત કરવામાં આવે તો અનંતે યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિતના પદે કાર્યરત છે. તેઓ હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકા ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્નાતક છે અને બોર્ડ ઓફ એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આ સાથે જણાવીએ તો રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે. વિરેન મર્ચન્ટ મુખ્યત્વે ગુજરાતના કચ્છના છે. તેઓ ADF ફૂડ્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના CEO અને વાઇસ ચેરમેન છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો