મુકેશભાઈ અંબાણીએ જીઓ 4G ટેલકોમ નાં ડાયરેકટર પદથી આપ્યું રાજીનામું અને હવે આ વ્યક્તિ સંભાળશે કંપની…

આજના સમયમાં મુકેશ અંબાણી ને કોણ નથી જાણતું મુકેશ અંબાણી એશિયાના ટોપ રીચ એટલે કે સૌથી ધનવાન વ્યક્તિ માના પ્રથમ વ્યક્તિ છે. તેમનું ફેમેલી પણ તેના બીઝનેસ માં સામેલ છે. અને ખુબજ વિકાસ કરી રહ્યા છે. હાલ એક ખુબજ અનોખા સમાચાર આવી રહ્યા છે મુકેશભાઈ અંબાણી કે જે જીઓ ટેલીકોમનાં ડાયરેક્ટરનાં પદ પર હતા તેઓએ રાજીનામું આપી દીધું છે અને હાલ તેઓએ આ પદ તેમના દીકરા આકાશ અંબાણીને સોપ્યું છે આવો તમને પુરા સમાચાર જણાવીએ.

આમ કંપનીના બોર્ડે આકાશની નિમણુકની મંજુરી પણ આપી દીધી છે. જીઓએ દેશની ખુબજ જાણીતી ટેલકોમ કંપની છે. જે દેશને 4G ટેલકોમ સર્વિસ પૂરી પાડે છે. તેમજ કંપની એ સેબી ને પણ આ અંગેની માહિતી આપી છે. આ સાથે રામિંદર સિંહ ગુજરાલ અને કેવી ચૌધરીને પણ એડિશનલ ડાયરેક્ટર બનાવવાની મંજૂરી આપી છે. આ બંનેને 05 વર્ષ માટે ઈન્ડીપેન્ડન્ટ ડાયરેક્ટર નિમવામાં આવ્યા છે. આ રીતે બોર્ડે પંકજ મોહન પવારને રિલાયન્સ જિયોના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવાને પણ મજૂરી આપી છે. આ નિમણૂંક પણ 27 જૂન 2022થી આગામી 05 વર્ષ માટે છે. આમ તેમની નિમણુકને શેરહોલ્ડર્સની મંજુરી મળવાની બાકી છે.

રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે મંગળવારે શેરબજારોને આ અંગેની માહિતી આપી. કંપનીએ જણાવ્યું કે મુકેશ અંબાણીનું રાજીનામું 27 જૂને બજાર બંધ થઈ ગયા પછીથી માન્ય થઈ ગયું છે. કંપનીએ આ સિવાય આકાશ અંબાણીને બોર્ડના નવા ચેરમેન બનાવવા અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નોન-એક્સિક્યૂટિવ ડાયરેક્ટર આકાશ અંબાણીને ચેરમેન નિમણૂંક કરવાની મંજૂરી પણ આપી દીધી છે.

મુકેશ અંબાણીએ ગત વર્ષે તેમના પિતા ધીરુભાઈ અંબાણીની જયંતિ પર યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રથમ વખત ઉત્તરાધિકારી અંગે કઈંક કહ્યું હતું. તેમણે આ અંગે કહ્યું કે ‘હવે રિલાયન્સની લીડરશીપમાં ફેરફારની જરૂરિયાત છે.’ તેમણે પોતાના બાળકો પર ભરોસો મુકતા કહ્યું હતું કે ‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આવાનારા વર્ષોમાં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને મજબૂત કંપનીઓમાં સામેલ હશે. તેમાં સ્વચ્છ અને ગ્રીન ઉર્જા ક્ષેત્ર સિવાય રિટેલ અને ટેલિકોમ કારોબારની ભૂમિકા મહત્વની હશે.’

આમ સાથેજ મુકેશ અંબાણીએ પોતાના બાળકો વિશે કહ્યું હતું કે મને એ બાબતે કોઈ શંકા નથી કે આકાશ, ઈશા અને અનંત, ત્રણે આગામી પેઢીના લીડર બનીને રિલાયન્સને વધુ ઉંચાઈ સુધી લઈ જશે. મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવા નેતૃત્વએ આગળ આવવું પડશે. એ સમયે પણ એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે તે જિયોનું કમાન નવી પેઢીને સોંપવા માગે છે. તેમજ આકાશ અંબાણી ની વાત કરીએ તો 2014માં બ્રાઉન યુનિવર્સિટીથી ઈકોનોમિક્સની ડીગ્રી લીધી. એ બાદ તેણે ફેમિલી બિઝનેસ જોઈન કર્યું. જિયો પ્લેટફોર્મ્સ, જિયો લિમિટેડ, સાવન મીડિયા, જિયો ઈન્ફોકોમ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *